RBI Governor: કેટલા વર્ષની હોય છે RBI ગવર્નરની નોકરી; રહેવા મળે છે 450 કરોડનો બંગલો, જાણો અજાણી વાતો

By: nationgujarat
10 Dec, 2024

RBI Governor House: ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નરના રૂપમાં સંજય મલ્હોત્રાની નિયુક્તિને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવી છે. 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અને હાલમાં મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બર, 2024 ના રોજ ચાર્જ સંભાળશે. RBI ગવર્નરનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે. સંજય મલ્હોત્રા આ ભૂમિકામાં શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

શક્તિકાંત દાસની સેલરી કેટલી હતી?
એનબીટી પર છપાયેલી એક ખબર મુજબ, એક આરટીઆઈ દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, પહેલાના ગવર્નર શક્તિકાંત દાસની માસિક સેલેરી 2.5 લાખ રૂપિયા હતી. શક્તિકાંત દાસ પહેલા આરબીઈઆઈના ગવર્નર રહેલા ઉર્જિત પટેલને પણ આટલી જ સેલેરી મળતી હતી. જ્યારે આરબીઆઈમાં અન્ય શીર્ષ અધિકારીઓની સેલેરીની વાત કરીએ તો ડેપ્યુટી ગવર્નરની સેલેરી 2.25 લાખ રૂપિયા પ્રતિ મહિનો હોય છે. જ્યારે એક્ઝક્યૂટિવ ડાયરેક્ટરની સેલેરી 2.16 લાખ રૂપિયા પ્રતિ મહિનો હોય છે.

કોણ છે RBI ના નવા ગવર્નર સંજય મલ્હોત્રા
સંજય મલ્હોત્રા 1990 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેમણે IIT, કાનપુરથી કોમ્પ્યુટર સાઈન્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પ્રિંસટન યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સની ડિગી લીધી છે. તમને જણાવી દઈએ કે 33 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે વિજળી, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, માઇનિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ નેતૃત્વ અને અનુભવ દર્શાવ્યો છે. હાલમાં તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે. આ પહેલા તેઓ નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ પદ પર હતા.

450 કરોડનો બંગલો
ફિગરિંગ આઉટ પોડકાસ્ટમાં યુટ્યુબર રાજ શમાની સાથે વાત કરતા રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે મેં એકવાર ગણતરી કરી અને મને ખબર પડી કે જો અમે અમારું ઘર વેચીશું તો અમને 450 કરોડ રૂપિયા મળશે. વાસ્તવમાં, હાલના સમયમાં આરબીઆઈ ગવર્નરને રહેવા માટે મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં જે બંગલો મળ્યો છે તે ઘણો મોટો અને આલીશાન છે. આ બંગલામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. સેલેરીની વાત કરીએ તો આ જ પોડકાસ્ટમાં રઘુરામ રાજન જે સપ્ટેમ્બર 2013થી સપ્ટેમ્બર 2016 સુધી આરબીઆઈ ગવર્નર રહેલાએ જણાવ્યું હતું કે તેમના સમયમાં ગવર્નરની વાર્ષિક સેલરી માત્ર 4 લાખ રૂપિયા હતી.


Related Posts

Load more