રાજકોટ બસ સ્ટેન્ડમાં ચુમ્મા-ચાટી કરવા લાગ્યું કપલ! આજુબાજુ વડીલો પણ ઉભા ઉભા જોઈ રહ્યા હતા અશ્લીલ હરકત

By: nationgujarat
15 Jul, 2025

રાજકોટ બસ સ્ટેન્ડમાં એક યુવક અને યુવતી અંગત પળોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જી હા…રાજકોટ બસ સ્ટેન્ડમાં કપલનો અશ્લીલ હરકત કરતું કેમેરામાં કેદ થયું છે. રાજકોટ બસ સ્ટેન્ડમાં કેટલાક લોકો બસની રાહ જોઈને બેઠા હતા. ત્યારે બસ સ્ટેન્ડમાં અંગત પળો માણી રહેલા આ યુવક-યુવતીનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વિડીયો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.આમ તો રાજકોટ બસ સ્ટેન્ડ પાસે મોટાભાગે ટ્રાફિક રહેતો હોય છે, અનેક મુસાફરો બસની રાહ જોઈને ઊભા હોય છે. કપલનો અશ્લીલ હરકતનો વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે, એક યુવતી અને યુવક બસ સ્ટેન્ડની અંદર બારી આગળ ઉભા છે. તેઓ જાહેરમાં અંગત પળો માણી રહ્યા હતા. આ પળોને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. બાદમાં વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જો કે, આ વિડીયો અંગે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.જાહેરમાં અંગત પળો માણી રહેલા કપલનો વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં આ વિડીયોએ જોર પકડ્યું છે. લોકોમાં આ વિડીયોની ચર્ચા થઈ રહી છે. જો કે, બસ સ્ટેન્ડ બહાર લોકોની ભારે ભીડ રહેતી હોય છે. તેમ છતાં આ યુવક યુવતી બિન્દાસ્ત આવું વર્તન કરી રહ્યાં હતા. પરંતુ તેમને ખબર નોહોતી કે તેમની આ અંગત પળોને કોઈ મોબાઈલમાં ઉતારી રહ્યું છે. જોતજોતામાં આ વિડીયો વાયરલ થઈ ગયો. જો કે, યુવક અને યુવતી કોણ છે એ પણ હજુ સુધી જાણી શકાયુ નથી.


Related Posts

Load more