Rajkot : 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ યુવતી, કુલ 1.78 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો કાળો કારોબાર થતો હોવાની વાત પુરવાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના યુવાધન બરબાદ કરવામાં લાગેલી નશાખોર પેડલર યુવતી અમી ચોલેરાની પોલીસે ધરપકડ કરી છે. અમી ચોલેરા પાસેથી 1 લાખ 23 હજાર 600ની કિંમતનું 12.36 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઇલ અને સ્કૂટર સહિત કુલ રૂ.1.78 લાખનો દ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં તેણે નામચીન શખ્સ જલાલુદ્દીન પાસેથી ડ્રગ્સ લાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે

અમી ચોલેરા નામની ડ્રગ્સ પેડલર યુવતી ઝડપાઈ

23 વર્ષની અમી ચોલેરા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલા રાજહંસ એપાર્ટમેન્ટમાં રહે છે. SOG પોલીસને બાતમી મળી હતી કે અમી ડ્રગ્સના જથ્થા સાથે રેસકોર્ષમાંથી પસાર થવાની છે.. જેથી પોલીસ સ્ટાફે બગીચા પાસે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન અમી ચોલેરા એક્ટીવા પર પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી અને સ્કૂટરની ડેકીમાંથી ડ્રગ્સની પડીકીઓ મળી હતી.  પોલીસે FSLની ટીમને સ્થળ પર બોલાવીને તપાસ કરાવડાવતા આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદમાં પણ ઝડપાયુ હતુ ડ્રગ્સ

ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે. આ પહેલા અમદાવાદમાં બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સાથે 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા. આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતા હતા ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા. જે બાદ ફિરદોષે તેના પતિને છૂટાછેડા આપી આશિષ સાથે લીવ ઈનમાં રહેતી હતી. આશિષ અને ફીરદોષ ડ્રગ્સની આદત ધરાવે છે. અને બંને આરોપી વડોદરાના સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગસ ખરીદતા હતા. અને અમદાવાદ રિક્ષાવાળાઓને ડ્રગસ સપ્લાઇ કરતા હતા.ગઇકાલે પણ મોરબીના વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીકથી MD ડ્રગ્સ ઝડપાયું હતુ. 136 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઓમ પ્રકાશ જાટ નામનો શખ્સ ઝડપાયો હતો. LCB પોલીસે આરોપી પાસેથી 13.62 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ. રાજસ્થાનના બાડમેરથી લઈને આવતો ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe