IND vs BAN: ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ પર વરસાદનું સંકટ, જાણો કેવું રહેશે પાંચ દિવસ સુધીનું હવામાન

By: nationgujarat
18 Sep, 2024

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ચેન્નાઈ ખાતે યોજાશે. ભારતીય ટીમ લાંબા વિરામ બાદ મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ચાહકો પણ મેચને લઈને ઉત્સાહિત છે, કારણ કે લગભગ 1 મહિના બાદ ભારતીય ટીમ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ત્યારે હવે ચેન્નાઈના હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

પહેલી ટેસ્ટ મેચ 19થી 23 સપ્ટેમ્બર સુધી ચેન્નાઈના ચેપોક સ્ટેડીયમમાં રમાશે. મળતી માહિતી અનુસાર ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદ બાધા બની શકે છે. પહેલા દિવસે વરસાદ પડવાની 46 ટકા સંભાવના છે. જે ચાહકોને ક્રિકેટ માણવાની ઈચ્છા પર પાણી ફેરવી શકે છે. પહેલા દિવસે ચેન્નાઈનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ સિવાય બાકીના દિવસોમાં પૂરી ટેસ્ટ મેચ દરમિયાન હવામાન કેવું રહેવાની સંભાવના છે. ચાલો જાણીએ………

પહેલા દિવસનું હવામાન: 19 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે ટેસ્ટના પહેલા દિવસે 46 ટકા વરસાદ પડવાની સંભાવના છે.


Related Posts

Load more