નવરાત્રિના ત્રીજા દિવસે રિવરફ્રન્ટ ખાતે અમદાવા ના ગરબો માં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

નવરાત્રિનું આજે ત્રીજું નોરતુ ગઇકાલે પુર્ણ થયું. અમદાવાદમાં બીજા નોરતે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદને કારણે પાર્ટી પ્લોટમાં ગરબા નોતા થઇ શક્યા પરંતુ ત્રીજા નોરતે અમદાવાદના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા. આમ પણ કહેવાય છે કે ગરબા તો ગુજરાતીઓના લોહીમાં છે. નવરાત્રિમાં દરેક ગુજરાતીઓના પગ થીરકવા લાગે છે. બાળક હોય કે વૃદ્ધ બધામાં તરવરાટ જોવા મળે છે.

અમદાવાદના ત્રીજા નોરતે રાઘે એન્ટરટેનમેન્ટ દ્વારા ઓયોજીત અમદાવાદની શાન રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ નો ગરબો માં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા. ત્રીજા નોરતે આમદાવાદ નો ગરબોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલમાં આવી ગરબા રમ્યા.

અમદાવાદના ગરબામાં રમતા ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. ટ્રેડિશનલ ફોર્મમાં ગ્રુપ સાથે યુવાનો તેમના મિત્રો અને પરિવાસ સાથે ગરબા રમવા આવ્યા હતા જેમાથી એક બીઝનેસમેન અને યુવાન ખેલૈયા જય જાગાણીએ જણાવ્યું કે અંહી ગરબા રમવાનો આનંદ અલગ છે. ગાયક કલાકાર અને મ્યુઝિક સિસ્ટમનું  આયોજક દ્વારા સારુ આયોજન છે એટલે અમે અમારા ગ્રુપ સાથે અહી રમવા આવીએ છીએ.

તો બીજા એક ખેલૈયા ડો.રિઘમ શાહએ જણાવ્યું કે ગરબા રમવો અને એ પણ રિવરફ્રન્ટ પર તેનો આનંદ જ અલગ છે. આ વખતે પહેલી વાર અમે અમદાવા ના ગરબામાં આવ્યા છીએ ટ્રેડિશનલ પહેરવેશ સાથે અમે અમારા 12 મિત્રો ગરબે રમવા આવ્યા છીએ અને બાકીના દિવસે પણ અમે અંહી જ ગરબે રમવાના છીએ.

રાઘે એન્ટરટેનમેન્ટના આયોજક વિશાલ જાદવે જણાવ્યું કે ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ દિવસ ખૂબ મોટી સંખ્યામાં યુવા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા છે ત્યારે ચોથા નોરતે આજે  ખેલૈયાઓને મોજ કરાવવા ગાયક કલાકાર સોનુ ચરણ અને તેમની ટીમ આવવાની છે. તેથી દરેક યુવાનો સમય સર આવે તે માટે વિનંતી કરી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe