મહારાષ્ટ્રના પુણે શહેરમાં પોલીસે એક ફ્લેટમાં ચાલી રહેલી કથિત ડ્રગ પાર્ટી પર દરોડા પાડી સાત લોકોની ધરપકડ કરી હતી. આ ડ્રગ પાર્ટીમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર પણ સામેલ હતાં. સુત્રો અનુસાર, એક મહિલા ધારાસભ્યના પતિ પણ આ પાર્ટીમાં હોવાનો ખુલાસો થયો છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટીમાં દરોડા
પોલીસે જણાવ્યું હતું કે, પુણેના પૉશ વિસ્તાર ખરાડીમાં આવેલા એક સ્ટુડિયા એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળતાં રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યે રેવ પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
સાત લોકોની કરી ધરપકડ
પુણે પોલીસા ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) નિખિલ પિંગલેએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન 2.7 ગ્રામ કોકેઈન, 70 ગ્રામ ગાંજો, એક હુક્કા પૉટ, હુક્કા ફ્લેવર અને બીયર-દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે જે સાત લોકોની ધરપકડ થઈ છે, તેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાની, સમીર સૈયદ, શ્રીપદ યાદવ, ભોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્મા સામેલ છે. તમામ આરોપી પર એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.