બાઈડેને અમેરિકાના પ્રમુખ તરીકેની શક્તિનો ‘દુરુપયોગ’ કર્યો! આરોપી દીકરાને દોષમુક્ત જાહેર કર્યો

By: nationgujarat
02 Dec, 2024

US President Joe Biden pardons his son hunter Biden | અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય તેમના એ વચન પર યુ-ટર્ન મનાઈ રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે હું મારા પરિવારના લાભ માટે મારી શક્તિઓનો ઉપયોગ નહીં કરું.

પ્રમુખ બાઈડેને એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. અગાઉ, બાઈડેને કહ્યું હતું કે હું ડેલાવેર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા બે કેસોમાં મારા પુત્ર હન્ટરને માફ કરાશે નહીં કે તેની સજામાં દખલ નહીં કરું .

હન્ટર સામે શું આરોપો છે?

અમેરિકાના પ્રમુખ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે. અગાઉ, ડેલાવેર કોર્ટમાં હન્ટરે કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે હન્ટર બાઇડેને જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી.


Related Posts

Load more