Related Posts
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી. જોકે, ભારત કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
— Marco Rubio (@marcorubio) May 10, 2025
દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધનો ગુનો ગણાશે. એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે.