Ahmedabad BJP President: અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રદેશ પ્રવક્તા પ્રેરક શાહને જાહેર કરવામાં આવ્યા છે. આજે ઇન્કમટેક્સ ખાતે દિનેશ હોલમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ ચૂંટણી અધિકારી પ્રદીપભાઈ ખીમાણીની હાજરીમાં શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયામાં સર્વાનુમતે પ્રેરક શાહના નામ પર મહોર મારવામાં આવી હતી.
અમદાવાદમાં ઈન્કમટેક્સ ખાતે દિનેશ ગોલમાં ભાજપ સંગઠનની બેઠકમાં વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહે પ્રેરક શાહના નામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સાંસદ નરહરિ અમિન, જગદીશ વિશ્વકર્મા, દર્શના વાઘેલા, મેટર પ્રતિભા જૈન, સાસંદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમુલ ભટ્ટ, અમિત ઠાકરે સહિતના ભાજપના આગેવાનોએ ટેકો આપ્યો હતો. તેમજ કોઈ કાર્યકર્તાઓએ ઉમેદવારી ન નાધાવતા પ્રેરક શાહ બિન હરીફ ચૂંટાયા આવ્યા હતા. સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવે પ્રેરક શાહનું નામ સામે આવ્યું છે. આમ અમદાવાદના કાર્યકર્તાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા કે કોણ આવશે પ્રમુખ તરીકે તે સવાલ પર હવે પુર્ણ વિરામ મુકાય ગયો છે અને હવે નજર પ્રદેશ પ્રમુખ કોણ બને છે તેના પર રહેશે.