પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તમામ ટ્રેનો રદ,

By: nationgujarat
09 Feb, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી, વળી અખાડાના સાધુ-સંતો પણ મહાકુંભથી પરત જઈ રહ્યાં હતાં. જોકે, આ ખબર બાદ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ભીડને જોતા તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જે લોકો અંદર ફસાયેલા છે તે અંદર જ રહી ગયા છે. આ સિવાય રેલવે સ્ટેશનથી ભારે ભીડ રેલવે ટ્રેકના સહારે આગળ વધતી જોવા મળી રહી છે.


Related Posts

Load more