Porbandar News અજય શીલુ/પોરબંદર : કુતિયાણના પુર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા ધરપકડ કરાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયેલ રહેતી મહિલાના વીડિયો બાદ હાર્બર મરીન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુધ્ધ આક્ષેપ કરાયા હતા. મહિલાને મોટું લેણું હોય અને તેની ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે પૈસાની માગણી કરાતી હોવાનો વીડિયોમા ઉલ્લેખ કરાયો છે. તેમના પતિ અને પુત્રને હિરલબાએ તેમના બંગલે રાખ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રને રાત્રે ઉઠાવી તેમના બંગલે લઈ ગયા હોવાની રજુઆત ફરિયાદમાં કરાઈ હતી. વીડિયો દ્વારા ‘ઘરનાને બચાવી લ્યો’ તેવી અપીલ મહિલાએ કરી હતી. હિરલબા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
હાર્બર મરીન પો.સ્ટે.પોરબંદર ગુ.ર.નં. પાર્ટ એ – ૧૧૨૧૮૦૧૮૨૫૦૧૪૬ /૨૦૨૫ બી.એન.એસ.કલમ-ક.૩૦૮ (૫),૧૪૦(૩),૧૪૨,૧૧૫(૨),૩૫૧(૩),૧૨૦(૧),૧૨૭(૪), ૩૨૯(૩),૩(૫), મુજબ ફરીયાદી ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા ઉ.વ.૬૪ ધંધો-માળી તરીકે રહે.કુછડી ગામ,ગૌશાળાની બાજુમાં તા.જી. પોરબંદર
આરોપી:-(૧) હીરલબા વા/ઓ ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા રહે. સુરજ પેલેસ પોરબંદર તથા (૨) હિતેષ ભીમાભાઇ ઓડેદરા તથા (૩) વિજય ભીમાભાઇ ઓડેદરા રહે.બંન્ને જયુબેલીથી ખાપટ જતા રસ્તા નજીક પોરબંદર તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઇસમો
ફરિયાદની વિગતઃ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, આ કામના આરોપીઓએ રાત્રીના ફરી.ના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓ એ ગ્રૃહ અપ પ્રવેશ કરી ફરી. તથા સાહેદોનુ અપહરણ કરી ફરી.ની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રુપિયા કઢાવવા સારુ આરોપી (૧) ના બંગલે લઇ જઇ આરોપી નં (૧) ની સામે આરોપી નં (૨) તથા (૩) નાએ ફરી.ની દિકરી સાથે ફરી.તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી ફરી.તથા સાહેદોને જમીન, કમાન, પ્લોટ,દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં (૨) નાએ બળજબરીથી ફરી.પાસેથી અલગ-અલગ કુલ-૧૧ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી નં (૩) નાએ ફરી.ની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા-પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરી.તથા ફરી.ના જમાઇને સતર દિવસ સુધી તથા ફરી.ની દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી નં (૧) ના બંગલે ગોંધી રાખી ગુન્હો કર્યા બાબત