એક જ દિવસમા રાષ્ટ્રપતિ સાથે મોદી-શાહની મુલાકાત ,નવા જૂનીના સંકેત ?

By: nationgujarat
04 Aug, 2025

સંસદમા ચોમાસુ સત્ર ચાલુ રહ્યુ છે બિહારના એસઆઇઆર પર સંસદથી રસ્તા સુધી સંગ્રામ ચાલી રહ્યુ છે તેવામા રવિવારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમા મુલાકાત કરી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળ્યનાના ચાર કલાક થયા ન હતા ત્યા રાષ્ટ્રપતિને મળવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મળવા પહોંચ્યા. મોદી અને શાહ એક જ દિવસે રાષ્ટ્રપતિને મળતા રાજકીય પંડિતોમા ચર્ચાનુ વાતાવરણ ગરમાયુ છે.

એક જ દિવસમા મોદી અને શાહ રાષ્ટ્રપતિને કેમ મળ્યા તે અંગે હવે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમા ચર્ચા શરૂ થઇ ગઇ છે. જો કે શા માટે મળવાનુ થયુ છે તે અંગે કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. એક બાજુ વિપક્ષ ચૂંટણી પંચના એસઆઇઆર પર સતત સવાલ કરી રહ્યુ છે. તેવામા લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું 5 ઓગષ્ટ સાથે કોઇ કનેકશન છે તે અંગે ચર્ચા સોશિયલ મીડિયમા ચાલી રહી છે.

બંને નેતા કયા કારણો સર મળ્યા  છે રાષ્ટ્રપતિને તેનુ તેમની તરફથી કોઇ કારણ જાહેર કરવામાં નથી આવ્યું. બંને નેતા એક જ દિવસે રાષ્ટ્રપતિજીને કારણ વગર મળે નહી તેમ રાજકીય પડિતોનુ માનવુ છે અને તે પણ વાત સાચી છે કે મોદી અને શાહ કારણ વગર રાષ્ટ્રપતિજીને મળવા જાય નહી. રાજકીય પંડિતો આ મુલાકાત પછી માની રહ્યા છે કે કોઇ મોટી કાર્યવાહી થવા જઇ રહી છેે. તમને જણાવી દઇએ કે ચોમાસા સત્ર દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડેએ રાજીનામુ આપ્યુ હતું તે સંદર્ભે પણ કોઇ ચર્ચા થઇ હોવી જોઇએ અથવા સરકાર સંસદમા કોઇ મોટો નિર્ણય લેવા જઇ શકે છે. જો કે સરકાર તરફથી પણ કોઇ માહિતી આપવામાં આવી નથી.

વાત એવી પણ થઇ રહી છે કે સરકાર પાંચ ઓગષ્ટ કોઇ નવુ બિલ પસાર કરવા જઇ રહી છે. સરકાર મોટો નિર્ણય કરવા જઇ રહી છે અથવા રાષ્ટ્રપતિ સ્તરે કોઇ મોટો નિર્ણય આવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ બિલ પણ પસાર થઇ શકે છે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. ઉતરાખંડમા ધામી સરકારે યુસીસી બિલ પસાર કરી દીધુ છે. અસમ અને ગુજરાત સરકાર પણ બિલને પસાર કરવાની જાહેરાત કરી દીધી છે. યુસીસી ભાજપનો કોર એજેન્ડા રહ્યો છે. ચૂંટણી પંચે 1 ઓગષ્ટ માટે ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે 9 સ્પેટમ્બરે મતદાન થશે. 7 ઓગષ્ટે નોટીફિકેશન બહાર પડશે. 21 ઓગષ્ટ સુધીમા ઉમેદવાર ફોર્મ ભરી શકશે.

 


Related Posts

Load more