વડાપ્રધાન મોદી જૂલાઇ મહિનામા ફરી વિદેશ પ્રવાસે જવાને છે. 23 અને 26 જૂલાઇના રોજ વિદેશ પ્રવાસ પર જવાના છે. વડાપ્રધાન મોદી બ્રિટન અને પછી માલદિવની મુલાકાત કરવાના છે જેનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર અને સબંધ વધુ સારા કરવાનો છે. 23-24 જૂલાઇના રોજ વડાપ્રધાન મોદી બ્રિટન પહોંચવાના છે જ્યા ભારત-યુકે મુકત વેપાર કરાર પર કરારમા સહી કરવાના છે. આ કરારથી 99 ટકા જેટલો ટેરિફ ઘટે તેવી શકયતા છે. આ કરારથી બ્રિટશમા ઉત્પાદન થતી વસ્તુઓ સરળતાથી ભારતમા લાવી શકાશે.
ભારત અને યુકે વચ્ચેના આ કરાર પર છેલ્લા ત્રણ વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે, જેનો ઉદ્દેશ્ય વેપાર અવરોધોને દૂર કરવાનો અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર માત્ર આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવશે સાથે સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગને પણ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી મોદી 25-26 જુલાઈના રોજ માલદીવની મુલાકાત લેશે, જ્યાં તેઓ 60મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુજુના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની આ પહેલી મુલાકાત છે.
તાજેતરના વર્ષોમાં ભારત-માલદીવ સંબંધોમાં તણાવ રહ્યો છે. ઈન્ડિયા આઉટ ઝુંબેશ અને વર્તમાન સરકારની ચીન તરફી નીતિને કારણે, બંને દેશો વચ્ચેના સંબંધો થોડા સમય માટે તણાવપૂર્ણ રહ્યા. પ્રધાનમંત્રી મોદીની માલદીવની છેલ્લી દ્વિપક્ષીય મુલાકાત જૂન 2019 માં થઈ હતી.