વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ સુરતની મુલાકાતે અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. પીએમ ઓફિસના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી સુરત ડાયમંડ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય હીરા અને ઝવેરાતના વેપાર માટે આ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બોર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે, ટર્મિનલ બિલ્ડિંગ તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.ડાયમંડ બોર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, કારણ કે તેમાં 4,500 થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે. આ બિલ્ડિંગમાં 175 દેશોના 4,200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે. આ વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગાર આપશે, કારણ કે વિશ્વના ખૂણેખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.
અગાઉ જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરત ડાયમંડ બોર્સે હવે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે, જે છેલ્લા 80 વર્ષથી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ગણાતી હતી. સુરત ડાયમંડ બોર્સ વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકો ઊભી કરશે.લગભગ 200 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી પંચતત્વ થીમ આધારિત લેન્ડસ્કેપ કોર્ટ પણ મુખ્ય આકર્ષણ હશે. આ સિવાય સમગ્ર બિલ્ડિંગમાં 100% પાવર બેકની સુવિધા હશે. સુંદર ડિઝાઈનની સાથે સાથે, માઈક્રોક્લાઈમેટ, સોલર કંટ્રોલ, વિન્ડ એનાલિસિસ અને એનર્જી પર્ફોર્મન્સ જેવી સુવિધાઓ દ્વારા ઈમારતની અંદર ટકાઉપણું પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે.આવનારા સમયમાં ડાયમંડ બુર્જ વિશ્વના સૌથી મોટા ડાયમંડ હબ તરીકે ઉભરશે એટલું જ નહીં દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થામાં પણ મહત્વનું યોગદાન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ પોણા અગિયાર વાગ્યે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગમાં પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે, જે વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતાને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જાય છે.
67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા
– હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
– 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500 થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
– બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ કરવા બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ
– દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”
– ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
– સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
– સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ
– ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
– યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
– પ્રત્યેક બે ટાવર વચ્ચે 6,૦૦૦ સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન
– સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
– 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ
– દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
– એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
એમના સ્વાગત માટે 6થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવાયા છે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. સાથે જ વિદેશમાંથી પણ લોકો હાજર રહેશે. 3400 કરોડના ડાયમંડ બુર્સને વર્ષે 4 લાખ કરોડના વેપારની ધારણા છે. ડાયમંડ બુર્સની બિલ્ડીંગમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે. સાથે જ ડાયમંડ બુર્સથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે. ડાયમંડ બુર્સની 67 હજાર લોકો કામ કરી શકે એટલી ક્ષમતા છે. ઈમ્પોર્ટ એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ સુવિધા છે અને સંકુલમાં 11 હજાર ટુવ્હીલર અને 5100 ફોર વ્હીલર પાર્કની વ્યવસ્થા છે. તો સેફ્ટી માટે 4 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે. ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે.