Passport: આખા દેશમાં પાંચ દિવસ પાસપોર્ટ સેવા પોર્ટલ રહેશે બંધ, જાણો કારણ?

By: nationgujarat
29 Aug, 2024

Passport Seva portal Close: જો તમે પણ નવો પાસપોર્ટ લેવા જઈ રહ્યા છો ( Passport Seva portal Close) તો આ સમાચાર તમારા માટે છે. દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 29મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી 2જી સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની વચ્ચેની એપોઈન્ટમેન્ટ મળી છે તો તેમણે કોઈ અન્ય તારીખ માટે ફરીથી શિડ્યૂલ કરવું પડશે.

પોર્ટલ કેમ બંધ કરવામાં આવ્યું?

પાસપોર્ટ વિભાગે માહિતી આપી હતી કે ટેકનિકલ મેઈન્ટેનન્સના કારણે પોર્ટલ પર પાંચ દિવસ સુધી કામ થઈ શકશે નહીં. માત્ર પાસપોર્ટ સેવા કેન્દ્ર જ નહીં પરંતુ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ, અરજદારોનું પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયની કામગીરી પણ પ્રભાવિત થશે.

પાસપોર્ટ વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે આવા અરજદારો જેમણે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હતી. તેઓ તેમની એપોઇન્ટમેન્ટ કોઇ અન્ય તારીખ માટે ફરીથી શિડ્યૂલ કરી શકશે.

ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે?

બ્લૂકવર પાસપોર્ટ: આ એક સામાન્ય પાસપોર્ટ છે. દેશનો કોઈપણ નાગરિક તેનો ઉપયોગ કરી શકે છે.

મરૂન કવર પાસપોર્ટઃ આ એક રાજદ્વારી પાસપોર્ટ છે. માત્ર ભારત સરકારના અધિકૃત રાજદ્વારીઓ અને સરકારી હોદ્દા ધરાવતા સભ્યો જ આ પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે.

ગ્રેકવર પાસપોર્ટ: આ એક સત્તાવાર પાસપોર્ટ છે. તે વિદેશમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે.

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં પોતાને ત્યાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે.

Related Posts

Load more