પંચમહાલના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુંડીનો ૨૪ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

By: nationgujarat
13 Apr, 2024

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હરકુંડી ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે.

સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો, ભક્તો અને ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુંડીનો ૨૪ મો વાર્ષિક પાટોત્સવ ભકિતભાવપૂર્વક ઉજવાયો હતો.

આ પાવનકારી અવસરે મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવતાં જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે. આજનો યુવાન વ્યસનોમાં વધારે ને વધારે ફસાતો ગયો છે વ્યસનએ વ્યક્તિનો સ્વભાવ દર્શાવે છે. જેમાં વ્યક્તિ તેના ખરાબ પરિણામો જાણતો હોવા છતાં તે વારંવાર વ્યસન કરે છે. વ્યસનથી માનવીના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘેરી અસર પડે છે. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે પણ નિર્વ્યસની જીવન જીવવાની હાકલ કરી છે. મનુષ્ય સાચા અર્થમાં મનુષ્ય બની શકે તે માટે આવાં કારણ સત્સંગના મંદિરોનાં સર્જન કર્યા છે.

નવયુવાનોમાં અને આવનાર પેઢીને એક સારું ભવિષ્ય મળી રહે તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સતત સંસ્કાર સીંચી રહી છે. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે પણ આશીર્વાદમાં જણાવ્યું છે કે, યુવાધન નિર્વ્યસની હશે તો યુવાધન સચવાશે અને યુવાધન સચવાશે તો દેશની સમૃદ્ધિ જળવાશે. અને મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે સત્સંગ જરૂરી છે. તદ્ઉપરાંત રાષ્ટ્ર નિર્માણ માટે તથા સમાજ નિર્માણ માટે પણ આવશ્યક છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુ્ંડીના વાર્ષિક પાટોત્સવમાં મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી નિત્યવિગ્રહદાસજી સ્વામી, શ્રી દિવ્યનિલયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો પધાર્યા હતા. સંતો અને હરિભક્તોએ સાથે મળી ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સંતવાણી – કથાવાર્તા વગેરે અધ્યાત્મસભર આયોજનો થયાં હતાં. આ પાવનકારી અવસરે દેશો દેશનાં હરિભક્તોએ દર્શન, શ્રવણનો લાભ લીધો


Related Posts

Load more