સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. તેઓ પીએમ મોદીને ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી આપી શકે છે. સંરક્ષણ પ્રધાન પોતાનું નિવાસસ્થાન છોડી ગયા છે.
ઓપરેશન સિંદૂરમાં લશ્કરનો એક મોટો આતંકવાદી ઠાર મરાયો. અબ્દુલ મલિક લશ્કરી કાર્યવાહીમાં માર્યો ગયો. ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાને જૈશના મુખ્યાલયની બહાર પોતાની સેના તૈનાત કરી દીધી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર ઓપરેશન સિંદૂર અંગે એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર એ પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાનો ભારતનો જવાબ છે. મોદી સરકાર ભારત અને તેના લોકો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે કટિબદ્ધ છે. ભારત આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ભારતની કાર્યવાહીથી ચિન પર ભયભીત
ચીનના વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું, “આજે સવારે ભારતની સૈન્ય કાર્યવાહી પર ચીનને અફસોસ છે. અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પાડોશી છે અને રહેશે. બંને ચીનના પડોશી પણ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કાર્ય કરવા, શાંતિ જાળવવા, સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે તેવા પગલાં ટાળવા વિનંતી કરીએ છીએ.”