શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર – ખાતે જેઠ માસની અમાવસ્યાના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંદૂક- તલવાર, ઢાલ આદિ શસ્ત્રોના શણગાર ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્યાન ભજન -કીર્તન કરવામાં આવ્યા હતા. જેનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અમાવસ્યાના દિવસે ધ્યાન કરવાનો ખૂબ જ મહિમા છે. તેથી મુક્તજીવન સ્વામીબાપા અમાવસ્યાના દિવસે ત્રણ ત્રણ કલાક સુધી બધાને ધ્યાન કરાવતા હતા.
જીવનમાં સુખ શાંતિ ભગવાનનું ધ્યાન કરવાથી જ પ્રાપ્ત થાય છે.
ભગવાનનું નખથી શિખાપર્યંત ધ્યાન કરવાથી મનમાં ઉદ્ભવતા સંકલ્પો શાંત પામી જાય છે અને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે.
તેથી જીવનમાં નિત્ય ૩૦ મિનિટ ધ્યાન અવશ્ય કરવું જોઈએ.
કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી દર મહિનાની અમાવસ્યાના દિવસે ધ્યાન -ભજન -કીર્તન કરવામાં આવે છે.