૭ ડિસેમ્બરે B.A.P.S. સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે ,જાણો મહોત્સવ વિશે તમામ માહિતી
By: nationgujarat
04 Dec, 2024
બીએપીસ સંસ્થા દ્વારા આગામી 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજવાનો છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ નો હેતુ શું છે અને કેવી રીતે સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું છે આ માહિતી માટે આજે બીએપીસ સંસ્થા દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રેસ કોન્ફરન્સમા પ.પુ.બ્રહ્મવિહારી સ્વામીશ્રી, પ.પુ. અક્ષરવત્સલ સ્વામી,પ.પુ વિવેકસ્વામીશ્રીએ મીડિયાને કાર્યક્રમ અંગે સંપુર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમા 3 સેકશન રહેશે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાશે તેમજ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
કાર્યકાળ સુવર્ણ મહોત્સવ ની માહીતી પ.પુ શ્રી બ્રહ્મવિહારીશ્રીએ આપતા જણાવ્યું હતું કે, 1972મા શ્રી બ્રહ્મસ્વરૂપશ્રી પ્રમુખસ્વામીશ્રી મહારાજે કાર્યકાળના માળખુ તૈયાર કરવા સંકલ્પ કર્યો હતો અને તેમા પ્રથમ 11 કાર્યકરો હતા જેમા 8 ભારતના 3 વિદેશના કાર્યકારો હતા. પ્રથમ પરિપત્ર પૂ.ઇશ્વરચણદાસ સ્વામીજીએ લખ્યો અને તેમા સહી ગુરુ હરીશ્રી મહંતસ્વામીશ્રીએ કરી હતી. મહત્વનુ એ છે કે પ્રથમ સહી મહંત સ્વામીશ્રીના હાથે થઇ અને 11 કાર્યકરથી શરૂ કરી આજે 1 લાખ કાર્યકરો એક સ્થળે અકત્ર થશે જેના પ્રેરક અને સાક્ષી શ્રી મહંતસ્માની મહારાજ રહેશે. આ સંપર્ણ કાર્યક્રમની અંદર પીઢબળ પણ આધ્યાત્મિક છે. એક પ્રકારે નિસ્વાર્થ,નિશુલ્ક અને સતત સેવા કરતા કાર્યકરોને નવાજવાનો કાર્યક્રમ છે.
બીએપીએસ દ્વારા આયોજીત સેવાકીય કાર્યક્રમમા દરેક વખતે સ્વયંસેવકો જે સેવા આપતા હોય છે તેઓ કોઇ કાર્યક્રમને માળી નથી શકતા,એટલે કાર્યકરો આ કાર્યક્રમમા ઓડિયન્સ તરીકે રહે અને આપણે તેમની સેવા થઇ સકે.સંતો અને ભક્તો સેવા કરશે સ્વયંસેવકો ઓડિયન્સ તરીકે આનંજ માણી શકે તેરીતે કાર્યક્રમનું આયોજન કર્યુ છે અને તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કાર્યક્રમ રાખવામા આવ્યો છે. સ્ટેડિયમમા હમેંશા બે ટીમ હોય અને એક ટીમ જીતે અને એક હારે પરંતુ આ પહેલી વખત એવો પ્રસંગ હશે કે જેમા એકજેમા બધા જીતે કારણ કે દરેક કાર્યકરો પ્રેમભાવ,ભક્તીથી જોડાયેલા છે. આખુ ગ્રાઉન્ડ સ્કીન તરીકે જોવા મળશે, આ કાર્યક્રમમા 15 હજાર જેટલા વિશિષ્ટ કાર્યકરો સેવા કરશે અને 38 જેટલા જુદા જુદા વિભાગોની રચના કરવામાં આવી છે. આ પહેલો એવો કાર્યક્રમ હશે જ્યા પ્રોફેશનલ નહી પણ સ્વય કાર્યકરો ભાગ લેશે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ વિષયક પૂર્વતૈયારીઓ
- છેલ્લા ત્રણ મહિનાથી કુલ ૩૩ જેટલા સેવાવિભાગો અને ૧૦,૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવારત.
- સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
- આશરે ૭૫,૦૦૦ જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
શ્રી બહ્રવિહારીસ્વામીશ્રીએ મહત્વની વાત કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં જ્યારે મહંતસ્વામી મહારજ પઘારશે અને તેમનુ સ્વાગત થશે ત્યારે મહંતસ્વામીશ્રીનો રથ આખા સ્ટેડિયમની અંદર ફરશે તે વખત બધી ગુલાબી ફુલોની પાખડીઓથી એમનો માર્ગ ભરાયેલો હશે અને જ્યારે તેઓ એ માર્ગથી પસાર થશે ત્યારે ફુલોની પાંખડીઓનો કલર થઇ જશે ગોલ્ડન. આખા મેદાનની અંદર છુટા છુટા માણાના મળકાહશે અને જે મહંત સ્વામીએ જે કાર્યકર્યા છે તે આધ્યત્માકી દોરાથી માળા બનાવવાનુ કામ કર્યુ છે. એટલે કે કાર્યકરોની સંખ્યા નહી પરંતુ કાર્યકરો ની એકતાની ભાવનાનો પ્રસંગ રહેશે.
બી.એ.પી.એસ. સંસ્થાના એક લાખ જેટલાં કાર્યકરો કરોડો માનવ-કલાકો પ્રતિવર્ષ નિ:સ્વાર્થ સેવામાં આપે છે. સંસ્થાની કરોડરજ્જુ સમાન આ કાર્યકરો દ્વારા બી.એ.પી.એસ.ની સેવાપ્રવૃતિઓમાં પ્રદાનની એક ઝાંખી અત્રે પ્રસ્તુત છે:
- બાળ – યુવા – મહિલા ઉત્કર્ષ કેન્દ્રો: ૨૧,૦૦૦ બાળ – યુવા – મહિલા મંડળોમાં પ્રતિવર્ષ લાખો સભાઓ દ્વારા આધ્યાત્મિક, નૈતિક, પારિવારિક મૂલ્યો અને સનાતન સંસ્કૃતિના પવિત્ર વારસાનું સિંચન કરવામાં આ કાર્યકરો પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત વિરાટ પાયે વ્યસનમુક્તિ અભિયાન, પારિવારિક એકતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, હોસ્પિટલોમાં બીમાર દર્દીઓ માટે પ્રાર્થના યજ્ઞો, વગેરે અનેક સેવાકાર્યોનું તેઓ વહન કરે છે.
- શૈક્ષણિક સેવાઓ: સેંકડો સુવિધાસજ્જ અદ્યતન શૈક્ષણિક સંકુલોમાં હજારો વિદ્યાર્થીઓને સંસ્કારયુક્ત શિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપીને કાર્યકરો તેમની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે છે.
- રાહત સેવાઓ: આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યરૂપે સેંકડો નૂતન શાળાઓનું નિર્માણ, કુલ ૨૫ ધ્વસ્ત ગામો-વસાહતો દત્તક લઈને તેનું પુનઃનિર્માણ, પ્રાકૃતિક આપત્તિઓનાં પ્રસંગોએ ૨૦૦૦થી વધુ ગામડાઓમાં રાહતસેવા – આવી અનેક સેવાઓ કરીને આ કાર્યકરોએ સમાજને હંમેશાં સુખદુખમાં પોતાનો સાથ આપ્યો છે. કોવિડ મહામારી હોય કે રેલ-હોનારતો હોય, યુક્રેન-રશિયા યુદ્ધ સમયે ભારતીય વિદ્યાર્થીઓને કટોકટીના સમયમાં સહાય હોય, ત્સુનામીની ગોઝારી ઘટના હોય કે ભૂકંપની ભયાનક યાતના હોય, પ્લેગ જેવા રોગચાળાની ભરમાર હોય કે ભયંકર દુષ્કાળના ઓળા હોય – બી.એ.પી.એસ.ના આ કાર્યકરો ખડે પગે સેવામાં તૈયાર રહ્યા છે.
- તબીબી સેવાઓ: કુલ ૭ જેટલી આધુનિકતમ હોસ્પિટલોમાં સારવાર, ૧૨ ફરતાં દવાખાનાઓ દ્વારા પ્રતિવર્ષે લાખો દર્દીઓની નિ:શુલ્ક સારવાર, રોગનિદાન યજ્ઞો અને રકતદાન યજ્ઞો દ્વારા સેવાની અવિરત શૃંખલા. દેશ-વિદેશમાં અનેક હોસ્પિટલોમાં આર્થિક અનુદાનો. આવી વિવિધ તબીબી સેવાઓમાં કાર્યકરો તત્પર રહે છે.
- સ્વામિનારાયણ અક્ષરધામ અને સંસ્કારધામ-મંદિરોના નિર્માણ: ગાંધીનગર, દિલ્લી અને રૉબિન્સવિલ, ન્યૂજર્સીના સ્વામિનારાયણ અક્ષરધામ જેવા મહામંદિરો હોય કે પછી લંડનના વિશ્વવિખ્યાત મંદિરથી લઈને અબુધાબીનું પ્રસિદ્ધ બી.એ.પી.એસ. હિન્દુ મંદિર હોય, વિશ્વભરમાં બી.એ.પી.એસ.ના ૧૮૦૦ કરતાં વધુ સંસ્કારધામ-મંદિરો કાર્યકર્તાઓના અકલ્પનીય સમર્પણના સાક્ષી છે. તાજેતરમાં અમેરિકામાં નિર્મિત ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય સ્મારક સ્વામિનારાયણ અક્ષરધામ, ૧૨,૫૦૦ કરતાં વધુ નવયુવાન સ્વયંસેવકો- કાર્યકરોએ નિર્માણમાં જોડાઈને ક્યારેય ન રચાયો હોય તેવો ઇતિહાસ સર્જી દીધો હતો.
- વિરાટ સાંસ્કૃતિક મહોત્સવો: ડિસેમ્બર-૨૦૨૨ થી જાન્યુઆરી-૨૦૨૩ સુધી અમદાવાદના આંગણે ૬૦૦ એકરમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ૮૦,૦૦૦ જેટલાં સ્વયંસેવકોએ તેઓના પુરુષાર્થ અને સમર્પણથી એક અભૂતપૂર્વ ઇતિહાસ રચી દીધો, જેની વિશ્વપ્રસિધ્ધ મેનેજમેન્ટ સંસ્થા આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા પણ ત્રણ કેસ સ્ટડીઝ લોન્ચિંગ દ્વારા તાજેતરમાં નોંધ લેવામાં આવી હતી. આવા અનેકવિધ મહોત્સવોમાં બી.એ.પી.એસ.ના કાર્યકરોએ અભૂતપૂર્વ સેવાઓ કરી નિ:સ્વાર્થ સેવાનો અનોખો આદર્શ પૂરો પાડ્યો છે.
- આદિવાસી સેવાઓ: ૨૦૦૦થી વધુ ગામોમાં આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, આદિવાસી ગામોમાં હજારો બાળ-યુવા-સંયુક્ત સભાઓ દ્વારા સંસ્કાર સિંચન, આદિવાસી પરિવારોની શૈક્ષણિક અને તબીબી સેવાઓના વિવિધ પ્રકલ્પોમાં કાર્યકારોનું સમર્પણ વંદનીય રહ્યું છે.
- પ્રતિભાવિકાસ પર્વો: છેલ્લાં ૨૫ વર્ષોથી યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યોજાતા પ્રતિભાવિકાસ પર્વોમાં લાખો યુવતીઓને સ્વનિર્ભર થવાની તાલીમ આપવામાં આવી છે.
- પર્યાવરણીય સેવાઓ: નર્મદા યોજના વિષયક જનજાગૃતિ અને કાર્યક્રમો, અનેક વૃક્ષારોપણ અભિયાનો, સ્વચ્છતા અભિયાનો, જળસંચય અભિયાનો વગેરે પ્રકલ્પોમાં આ કાર્યકરોની સેવાઓ નોંધપાત્ર રહી છે.
સામાજિક – પારિવારિક જવાબદારીઓ વચ્ચે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સેવા આપતા આ નિ:સ્વાર્થ કાર્યકરો, બી.એ.પી.એસ.ની સેંકડો સેવાપ્રવૃત્તિઓનું એક ગૌરવભર્યુ સુવર્ણ પૃષ્ઠ છે. ગુરુવર્યોના નિ:સ્વાર્થ પ્રેમથી અંકુરિત થયેલું બી.એ.પી.એસ. કાર્યકર પ્રવૃત્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે અને વિશ્વના કરોડો લોકો આ વટવૃક્ષના મધુર ફળોનો આસ્વાદ માણી રહ્યા છે.