તહેવારમાં મોટાભાગના ઘરોમાં મીઠાઇ અને અનેક પ્રકારના પકવાન બને છે. આ વસ્તુઓ ખાવાની તો મજા આવે છે પરંતુ પેટની હાલત ખરાબ થઇ જાય છે. વધારે તેલવાળી વસ્તુઓ, મીઠાઇ અને પકવાન ખાવાથી પેટમાં કબજિયાતની સમસ્યા વધી જાય છે. ગેસ અને એસિડિટીથી લોકો પરેશાન રહે છે. તેવામાં તમે કેટલાંક દેશી ઉપાયો અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ ઉપાય કરવાથી તમારું પેટ પણ સાફ થઇ જશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. પેટમાં જમા બધો કચરો અને ગંદકી બહાર નીકળી જશે. ચાલો જાણીએ કબજિયાત અને એસિડીટી માટે કયા ઉપાય કરવાથી રાહત મળશે.
અજમો અને સંચળ
પેટ માટે સંચળ અને અજમો અસરકારક દેશી નુસખો છો. તેના માટે અજમાને પીસીને તેમાં સંચળ મિક્સ કરીને રાખો. જ્યારે પણ ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા થાય તો તેમાંથી 1 ચમચી પાવડર ફાંકી જાવ. તમને ગેસ-એસિડિટીથી તરત રાહત મળશે. અજમામાં એવા તત્ત્વો હોય છે જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
વરિયાળી
અપચો થાય તો વરિયાળીનું સેવન પણ ફાયદાકારક છે. વરિયાળી ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટી ઓછી કરી શકાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે જે પેટની ગરમીને શાંત કરે છે. તેનાથી બળતરા ઓછી થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે. વરિયાળી ફાયબરથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટ સાફ થઇ જાય છે તથા એસિડિટી ઓછી થાય છે. જમ્યા પછી 1 ચમચી વરિયાળી ખાવાની આદત પાડો.
પપૈયુ
કબજિયાતનો અસરકારક અને સરળ ઉપાય છે કે તમને જ્યારે પણ લાગે કે પેટ ફૂલી રહ્યું છે કે પછી કબજિયાત થઇ રહી છે તો પપૈયુ ખાઇ લો. ખાલી પેટ પપૈયુ ખાવાથી ગેસ અને એસિડિટીથી પણ છુટકારો મળે છે. તેનાથી જૂની કબજિયાતને પણ ઠીક કરી શકાય છે. રોજ ડાયેટમાં પપૈયુ સામેલ કરવાથી પાચન સાથે સંબંધિત તમામ બીમારીઓ દૂર થાય છે.
સલાડ
પકવાન ખાધા પછી પેટ ખરાબ થઇ ગયું હોય તો ખાવામાં વધારેમાં વધારે સલાડ સામેલ કરો. ફાયબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પેટમાં જમા બધી ગંદકી સરળતાથી નીકળી જશે. તેનાથી પેટની ક્લીનિંગ કરવામાં મદદ મળશે. કબજિયાતની સમસ્યા પણ દૂર થશે. ગેસ એસિડિટીનું મોટું કારણ પેટ સાફ ન થવું છે. તેવામાં કેટલાંક દિવસો સુધી ફાયબર રિચ ડાયેટ લો.
ત્રિફળા ચૂર્ણ
જો તમે કબજિયાત, ગેસ અને એસિડિટીથી છુટકારો મેળવવો છે તો રોજ ત્રિફળાનું સેવન શરૂ કરી દો. આયુર્વેદમાં ત્રિફળાને પેટના રોગ દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. ત્રિફળા ખાવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. તેનાથી ગેસ અને એસિડિટીથી પણ રાહત મળે છે. જો ત્રિફળા નથી તો તમે આમળાનું ચૂર્ણ પણ ખાઇ શકો છો. તેનાથી પેટની બધી સમસ્યાઓ દૂર થશે.