Diwali – દિવાળીએ અર્થતંત્રને ‘બૂસ્ટર ડૉઝ’, લોકોએ 4.25 લાખ કરોડની ખરીદી કરી, હવે લગ્નગાળા પર નજર

By: nationgujarat
02 Nov, 2024

Diwali: તહેવારોની સિઝનથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળી રહ્યો છે. અગાઉ નવરાત્રિ દરમિયાન માત્ર દસ દિવસમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાનો અંદાજ હતો, હવે દિવાળી પર 4.25 લાખ કરોડ રૂપિયાના સામાનની ખરીદી થશે તેવું કહેવાોમાં આવી રહ્યું છે.

વેપારીઓની નજર લગ્ન સિઝન પર

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીની ચાંદની ચોક બેઠકથી ભાજપના લોકસભા સાંસદ પ્રવીણ ખંડેલવાલના દાવા મુજબ, ભારતીય ઉત્પાદનોએ દિવાળી પર જોરદાર ધૂમ મચાવી છે. તેને ગ્રાહકો તરફથી ઘણું સમર્થન મળ્યું છે. હવે વેપારીઓની નજર 12મી નવેમ્બરથી શરૂ થતી લગ્નની સિઝન પર છે.

SUBSCRIBE NATIONGUJARAT IN YOUTUBE –


<

લોકોએ મોટાપાયે કરી ખરીદી

ખંડેલવાલે કહ્યું કે, દિવાળીનો તહેવાર દેશના લગભગ દરેક ખૂણામાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. લોકોએ દિવાળીની મોટાપાયે ખરીદી કરી હતી. અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ પછી દેશની આ પહેલી દિવાળી છે, જેના કારણે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા ઉદ્યોગપતિઓની સાથે કુંભારો, કારીગરો જેવા નાના વેપાર કરતા લોકો અને દિવાળીની વસ્તુઓ ઘરે બનાવતા લોકોએ પણ મોટા પાયે પોતાનો સામાન વેચ્યો છે. લોકોએ નાના વેપારીઓને મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દર વર્ષની જેમ આ દિવાળીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ ભારતીય વસ્તુઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

4.25 લાખ કરોડના માલ-સામાનનું વેચાણ

માટીના દીવા, ભગવાનની મૂર્તિઓ, ઘર સજાવટની વસ્તુઓ, વંદનવાર, ફૂલો અને પાન, ફળ અને પૂજાની વસ્તુઓ, રંગબેરંગી ઈલેક્ટ્રિક તાર, મીઠાઈઓ અને નાસ્તો, કપડાં, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ગિફ્ટની વસ્તુઓ, પગરખાં, મેક-અપની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનોનો વિશાળ જથ્થો હતો સોના અને ચાંદીના દાગીના, અન્ય વસ્તુઓ અને અન્ય ઘરગથ્થુ ઉત્પાદનોની માગ રહી હતી. જેનો સ્થાનિક વેપારીઓ અને કારીગરોને ઘણો ફાયદો થયો છે. આ દિવાળીએ રૂ. 4.25 લાખ કરોડના માલસામાનનું વેચાણ એ અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક બિઝનેસ છે.


Related Posts

Load more