સાઉથ આફ્રિકાના પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં હાથીએ કચડી નાંખતા કરોડપતિ CEOનું મોત

By: Krunal Bhavsar
25 Jul, 2025

Multi-millionaire CEO : દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કૉનરાડી (ઉ.વ.39)ને કચડી નાખતા મોત થયું છે. ચોંકાવનારી વાત એ છે કે, કૉનરાડી જે હાથીને સૌથી વધુ પ્રેમ કરતા હતા, તેણે જ તેમને મારી નાખ્યા છે.

જે હાથીને પ્રેમ કરતા હતા તેણે જ મારી નાખ્યા

મીડિયા રિપોર્ટ મુજબ, કૉનરાડી પ્રાઈવેટ લૉજ તરફ આવી ચઢેલા હાથીઓના ગ્રૂપને દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન છ ટનનો હાથી અચાનક બેકાબુ થઈ ગયો હતો અને તેણે દાંત અને પગથી તેમને અનેક વખત કચડી નાખ્યા હતા. આસપાસ હાજર રેન્જર્સ પણ તેમને બચાવી શક્યા ન હતા.

કૉનરાડીને હાથીઓ પર વિશ્વાસ હતો

કૉનરાડી ગોંડવાના રિઝર્વ અને Caylix Group સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના માલીક હતા. તેઓ પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ હતો. તેમને હાથીઓની ફોટોગ્રાફી કરવાનો શોખ હતો અને તેઓ અનેક વખત હાથીઓની નજીક જતા હતા. તેમની પાસે ઝૂલૉજી, એનિમલ સ્ટડીઝ, કૉમર્સ અને માર્કેટિંગમાં ઓનર્સની ડિગ્રી હતી. મળતી માહિતી અનુસાર  ‘કૉનરાડીને હાથીઓ પર વિશ્વાસ હતો, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે, તેઓ જંગલી હોય છે.

ગોંડવાના ગેમ રિઝર્વ ખૂબ જાણિતું

ગોંડવાના ગેમ રિઝર્વએ કૉનરાડીને શ્રદ્ધાંજલિ આપી છે. આ રિઝર્વ દક્ષિણ આફ્રિકાના સૌથી જાણિતા સ્થળોમાંથી એક છે. અહીં એક રાતનો ખર્ચ લગભગ 900 પાઉન્ડ (લગભગ 96,000 રૂપિયા) થાય છે. રિઝર્વ સિંહ, ગેંડા, દીપડા અને હાથી જેવા બિગ ફાઈવ પ્રાણીઓ માટે પણ જાણીતું છે. માર્ચ-2023માં પણ હાથીનાહુમલામાં સ્ટાફ મેમ્બરનું મોત થયું હતું. કૉનરાડીના મોતથી સ્પષ્ટ કહી શકાય કે, જંગલી જાનવરો પાસે જવું ઘણી વખત ઘાતક બની શકે છે.


Related Posts

Load more