1 એપ્રિલથી આ મોબાઈલ નંબર નહીં ચાલે UPI, Google Pay-Paytm-PhonePe બધા પર થશે અસર

By: nationgujarat
24 Mar, 2025

UPI Payments: જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એવા લોકોના UPI ID બંધ કરવા જઈ રહ્યું છે જેમના મોબાઈલ નંબર બેન્ક રેકોર્ડમાં સક્રિય નથી.Mintના એક રિપોર્ટ અનુસાર NPCIએ સ્પષ્ટતા કરી છે કે, એવા યુઝર્સ જેમનો મોબાઇલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી, તેમની UPI સેવા 1 એપ્રિલથી બંધ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, આવા યુઝર્સ ગુગલ પે, ફોન-પે, પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં જો તમે કોઈપણ વિક્ષેપ વિના UPI ચુકવણી ચાલુ રાખવા માંગો છો, તો શક્ય તેટલી વહેલી તકે તપાસ કરો કે તમારો મોબાઇલ નંબર બેન્ક રેકોર્ડમાં અપડેટ થયેલ છે કે નહીં.

આ લોકોના બંધ થઈ જશે UPI 
રિપોર્ટ અનુસાર એવા યુઝર્સનો મોબાઇલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી તેમની UPI સેવા બંધ કરવામાં આવશે. આ ઉપરાંત જો તમે તમારો મોબાઇલ નંબર બદલ્યો છે અને બેન્કમાં નવો નંબર અપડેટ કર્યો નથી, તો તમારી UPI સેવા બંધ થઈ શકે છે. આ ઉપરાંત જો તમે જૂનો નંબર બંધ કરી દીધો હોય પરંતુ બેન્કને તેના વિશે જાણ ન કરી હોય, તો UPI સેવા બંધ થઈ જશે.

UPI સર્વિસ ચાલુ રાખવા માટે કરો આ કામ
જો તમે UPI સેવાને ચાલુ રાખવા માંગો છો, તો બેન્કમાં તમારો મોબાઇલ નંબર અપડેટ કરો. જો તમે તાજેતરમાં તમારો મોબાઇલ નંબર બદલ્યો હોય તો તેને તાત્કાલિક બેન્કમાં અપડેટ કરાવો. તેમજ જો બેન્ક સાથે લિંક કરેલ મોબાઇલ નંબર એક્ટિવ ન હોય તો તેને ફરીથી એક્ટિવેટ કરાવો.NPCI એ આ પગલું કેમ ભર્યું?
NPCIનું કહેવું છે કે, ડિએક્ટિવેટ મોબાઇલ નંબરો સાથે જોડાયેલા UPI IDથી છેતરપિંડી અને સાયબર ગુનાનું જોખમ રહેલું છે. ઘણી વખત જ્યારે લોકો નવો નંબર મેળવે છે, ત્યારે તેઓ જૂનો નંબર બંધ કરી દે છે, પરંતુ તેને બેન્કમાં અપડેટ કરાવતા નથી. આવા કિસ્સામાં જો તે નંબર કોઈ અન્ય વ્યક્તિને મળે છે, તો તે જાણી જોઈને અથવા આકસ્મિક રીતે જૂના UPI એકાઉન્ટ સાથે ચેડા કરે છે.તેથી NPCIએ બેન્કો અને ચુકવણી એપ્લિકેશનોને લાંબા સમયથી ડિએક્ટિવેટ મોબાઇલ નંબરો કાઢી નાખવા સૂચના આપી છે. આ છેતરપિંડી અને સાયબર ગુનાઓને અટકાવશે અને UPI ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત બનાવશે.


Related Posts

Load more