રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે. અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા ચાલશે. શારીરિક કસોટી માત્રે 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે અત્યારથી સુચના આપી દેવામાં આવી છે. PSI અને લોકરક્ષક માટે હાલ શારીરિક કસોટી યોજવાની છે
મહત્વનું છે કે ભરતી બોર્ડ દ્વારા જે તે જિલ્લામા મેદાન તૈયાર કરવાં માટે કહેવામાં આવ્યું છે તેમાં અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે.
12 હજાર પોલીસની ભરતી થશે
ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.