રાજયમાં સતત ક્રાઇમ કેસો વધતા રહે છે. નાની નાની વાતમાં આજકાલ છરી-ચપ્પા વડે હુમલા કરવા જેવી બાબતો તો જાણે સામાન્ય બની ગઇ છે. અમદાવાદ તો મેગા સીટી છે ત્યા કાયદો અને વ્યવસ્થા ના જાણે લીરે લીરા ઉડી રહ્યા હોય તેમ રોજ અવનવી મોડસ ઓપરેન્ડીથી ક્રાઇમ ઘટના બનતી જ રહે છે જેમાનો એક કિસ્સો તો પાડશો સાથે નો છે કહેવાય છે કે પહેલો સગો પાડોશી પણ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રણછોડનગર -2માં રહેતા 38 વર્ષીય યુવાન ને પાડોશીએ જ મોતને ઘાટ ઉતારી દીધો છે. અંગત અદાવતમાં સમાધાન બાબતે બોલાવમાં આવ્યો હતો અને ત્યાર બાદ ચર્ચામાં મનમોટાવ થતા યુવકને લીમડાના ઝાડ સાથે બાધીને મોતને ઘાટ ઉતારી દીધો એટલુ જ નહી પરંતુ તેની લાશ પણ દાટી દીધી.
યુવક ગુમ થતા તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પાડોશી પર શંકા વ્યકત કરી હતી. પોલીસે શંકાના આધારે પાડોશીઓ સાથે પુછપરછ કરી હતી જેમા હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો. હત્યાના 9 દિવસ પછી પોલીસે ખેતરમા દાટેલી લાશને બહાર કાઠી. પોલીસે આ કેસમ પાડોશીઓમના એક મહિલા સહિત છ લોકો વિરુદ્ધ હત્યા,અપહરણ અને કાવતરુ ઘડવાનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ચાંદલોડિયામાં આવેલા રણછોડનગર વિભાગ-1 સોસાયટીમાં રહેતા પ્રતિભા તિવારીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે તેમના ચાર સંતાનો સાથે રહે છે. તેમના પતિ કમલેશ તિવારી છુટક કામકાજ કરે છે. કમલેશ તિવારીને તેમના પાડોશમાં રહેતા મહાવીર શંકરલાલ શાહ અને તેના પત્ની જાગૃતિ શાહ સાથે કોઇ બાબતે થોડા સમય પહેલા તકરાર થઇ હતી. ગત 18મી ફેબ્રુઆરીના રોજ સવારે સાડા છ કલાકે કમલેશ તિવારી ઘરે જાણ કર્યા વિના રહસ્યમય સંજોગોમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક ન થતા તપાસ કરી હતી. પરંતુ, ભાળ ન મળતા પ્રતિભા તિવારીએ આ અંગે સોલા પોલીસ મથકે તેના પતિના લાપત્તા થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેમણે તેમના પતિના પાડોશી મહાવીર શાહ સાથે ચાલતી તકરાર અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકણે મહાવીર શાહ અને તેના પત્ની જાગૃતિની પુછપરછ હાથ ધરી હતી. પરંતુ, તેમણે શરૂઆતમાં કોઇ સંતોષકારક જવાબ આપ્યા નહોતા. બાદમાં આકરી પુછપરછ કરતા બંને ભાંગી પડયા હતા અને પોલીસ પણ તેમની હકીકત જાણીને ચોંકી ઉઠી હતી.
18મી ફેબ્રુઆરીએ બપોરના એક વાગે તેમણે કમલેશ તિવારીને સમાધાન માટે ચાંદલોડિયામાં આવેલા સેંધણી માતાના મંદિરે બોલાવ્યો હતો. જ્યાંથી અતુલ પટેલ ( મંગલમ બંગ્લોઝ,ચાંદલોડિયા), ઋષભ સાપરિયા (આશાપુરી સોસાયટી,ચાંદલોડિયા), સુનિલ ઠાકોર ( આશાપુરી સોસાયટી, ચાંદલોડિયા) કમલેશ તિવારીને કારમાં ચાંદલોડિયા અંડરબ્રીજ નીચે આવેલા અતુલ પટેલના ખેતરમાં લઇ ગયા હતા. ત્યારબાદ ત્યાં બાઇક પર મહાવીશ શાહ અને તેની પત્ની જાગૃતિ આવ્યા હતા. તેમણે કમલેશ સાથે સમાધાનની વાતચીત દરમિયાન ખેતરમાં ઝુપડામાં રહેતા ગમનારામ ભુરાજી બાવરીને બોલાવીને કમલેશને લીમડાના ઝાડ સાથે બાંધીને લાકડી તેમજ ગડદા પાટુનો માર માર્યો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બાબતે કોઇને ખબર ન પડે તે માટે પુરાવાનો નાશ કરવાના ઇરાદે તમામ લોકોએ ખેતરમાં જ ખાડો ખોદીને લાશને દાટી દીધી હતી. પોલીસ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો થતા પોલીસે સ્થળ પર જઇને ખેતરમાં દાટેલી કમલેશ તિવારીની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.