4th Test IND vs ENG: મેનચેસ્ટરમા ભારતીય ટીમ માટે કરો યા મરો,ગીલ રચશે ઇતિહાસ ?

By: nationgujarat
23 Jul, 2025

India vs England 4th test Manchester: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ બુધવાર (23 જુલાઈ) થી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ તેના 89 વર્ષના ઇતિહાસમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. એજબેસ્ટનમાં પણ ભારતીય ટીમ સાથે આવું જ કંઈક બન્યું હતું, પરંતુ ત્યાં ભારતીય ટીમે કેપ્ટન શુભમન ગિલ અને આકાશ દીપના પ્રદર્શનથી ઇતિહાસ રચ્યો. તે મેચ જીતીને ભારતે 58 વર્ષનો દુકાળ સમાપ્ત કર્યો.

હવે માન્ચેસ્ટરમાં દુષ્કાળનો અંત લાવવાનો સમય આવી ગયો છે. ટીમ ઈન્ડિયાએ ૧૯૩૬માં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. છેલ્લા ૮૯ વર્ષમાં ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ ૯ ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં ટીમ ઈન્ડિયા ક્યારેય જીતી શકી નથી. ટીમને ૪ વખત હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ૫ મેચ ડ્રો રહી હતી.હવે ભારત પાસે ઇતિહાસ બદલવાની શાનદાર તક છે. જો શુભમન ગિલ અને કંપની આ મેચ જીતી જાય છે, તો શ્રેણી 2-2 થી બરાબર થઈ જશે. આ પછી, ઓવલ ખાતે રમાનારી છેલ્લી એટલે કે પાંચમી ટેસ્ટમાં નિર્ણય લેવામાં આવશે. જોકે ભારતીય ટીમ છેલ્લી ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં જીતની નજીક પહોંચી હતી, પરંતુ વિજયનો સ્વાદ ચાખી શકી ન હતી.

મેદાન પર ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ

કુલ 9 મેચ જેમા કોઇ મેચ જીત્યા નથી અને 5 મેચ ડ્રો અને 4 મેચમા હાર મળી છે. છેલ્લે 2014મા ભારત 54 રનથી હાર્યા હતું. ટીમ ઇન્ડિયા અને ગીલ એન્ડ કંપની માટે આ મેચ કરો યા મરો જેવી છે. જો આ મેચ હારે તો સિરિઝ પણ હારી જશે, ટીમ માટે પાછલા રેકોર્ડ ખરાબ છે પણ કહેવાય છે ને રમતમા કશુ પણ થઇ શકે ટીમ ઇન્ડિયા પાછલી મેચની ભુલ ફરી ન કરે અને સૌ પોતાની ભૂમિકા પ્રમાણે સારુ પ્રદર્શન કરશે તો ચોક્ક્સ અંગ્રેજો આ મેચમા હરાવી શકે છે ટીમ. જો કે ટીમ માટે એ વાત અઘરી છે કે ટીમના કેટલા ખિલાડીઓ ઇજાગ્રસ્ત છે જેમા એક બોલર અને ઓલરાઉન્ડરને પરત ભારત બોલાવી નવો ખિલાડી ટીમમા સામેલ કર્યો છે હવે કેવી રહેશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 તમે પણ કમેન્ટ કરી તમારુ મંતવ્ય આપજો.


Related Posts

Load more