ND Vs BAN: બાંગ્લાદેશ પડ્યું ઘૂંટણિયે, ઘર આંગણે ટીમ ઈન્ડિયાએ 2-0થી સિરીઝ પર કર્યો કબજો

By: nationgujarat
01 Oct, 2024

ભારતે આજે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે. જે મેચના બે દિવસ વરસાદે  ધોઈ નાખ્યા તે મેચનું પરિણામ લાવીને મૂકી દીધુ. એટલું જ નહીં મેચ જીતીને દેખાડી દીધી. કાનપુરમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ ભારતે 7 વિકેટથી જીતી લીધી છે. બાંગ્લાદેશે અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ભારતીય ટીમને ઘર આંગણે હરાવવાના સપના જોતા બાંગ્લાદેશને ભારતે ઘૂંટણિયે લાવી દીધુ. સિરીઝમાં કેપ્ટન નજમુલ હુસૈન શાંતોની ટીમ લથડાતી જોવા મળી. વરસાદના કારણે અઢી દિવસથી વધુનો ખેલ ખરાબ થયો થયો પરંતુ રોહિત શર્માની આક્રમક રણનીતિએ ટેસ્ટને ટી20 જેવી રોમાંચક બનાવી દીધી.

ભારત તરફથી બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે આઉટ થતા પહેલા અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને ઋષભ પંત અણનમ રહ્યા. બાંગ્લાદેશની બીજી ઈનિંગ માત્ર 146 રન પર સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ ભારતને જીત માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.

આઈસીસી વિશ્વ ચેમ્પિયન્સશીપ પોઈન્ટટેબલમાં ટોપ પર ભારત
આ જીત સાથે ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ખિતાબી મુકાબલા માટે ક્વોલિફાય કરવાની નજીક પહોંચી ગઈ છે. તેની આ 11 મેચોમાં 8મી જીત છે. જ્યારે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતની હવે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની હોમ સિરીઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની સિરીઝ રમવાની છે. એવું કહેવાય છે કે ન્યૂઝીલેન્ડ સામે તો ભારત સરળતાથી જીત મેળવી લેશે.

મેચનો કુલ 173.2 ઓવરનો ખેલ જ્યારે એક દિવસમાં ફેકાય છે 90 ઓવર

– બાંગ્લાદેશની ટીમ પહેલી ઇનિંગ- 233-10 (74.2 ઓવર)

– ભારતીય ટીમ પહેલી ઈનિંગ- 285-9 d (34.4 ઓવર)

– બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગ- 146-10 (47 ઓવર)

– ભારતીય ટીમ બીજી ઇનિંગ-  98-3 (17.2 ઓવર)


Related Posts