જમ્મુ-કાશ્મીરના પહલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના અધિકારી વિનય નરવાલનું પણ મોત થયું છે. નરવાલ હરિયાણાના કરનાલનો રહેવાસી હતો. વિનય નરવાલના મંગળવારે તેમના પૈતૃક સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ ભાગ લીધો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈની પાસે મોટી માંગ કરી. મૃતક વિનય નરવાલની બહેને કહ્યું છે કે તેને તેના ભાઈની હત્યા કરનાર વ્યક્તિનું માથું જોઈએ છે. આંતકી ઘટનામાં આજે દેશભરના લોકોમાં ઉગ્ર રોષ છે, જો કે આજે ભારતે પાકિસ્તાનને આંતકી હુમાલ માટે જવાબદાર ગણાવી કાર્યવાહી કરી છે જેમાં 48 કલાકમાં પાકિસ્તાનીઓને ભારત છોડવા અને સિંધી સંઘી પર રોક લગાવી દીધી છે પાકિસાતનના વિઝા પણ બંધ કરી દીધા છે.
ભારતીય નૌકાદળના અધિકારી વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈની સમક્ષ અરજી કરી અને કહ્યું, “મારા ભાઈની હત્યા કરનાર વ્યક્તિનું માથું મારે જોઈએ છે. તેઓએ મારા ભાઈને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે અને તેને ત્રણ વખત ગોળી મારી છે. હું ઈચ્છું છું કે જે વ્યક્તિએ મારા ભાઈની હત્યા કરી છે તે મૃત્યુ પામે. મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો. તેને કોઈ મદદ ન મળી, મારા ભાઈને બચાવી શકાયો હોત.”