નવરાત્રીના ચોથા દિવસે રીવરફ્રન્ટ પર અમદાવા નો ગરબોમાં ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ચિકાર

ગઇકાલે તારીખ 29 સપ્ટેમ્બર અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ ખાતે રાધે એન્ટરટેનમેન્ટ થકી આયોજીત અમદાવાદનો ગરબો માં ગ્રઉન્ડ ખેલૈયાઓથી હાઉસફુલ જોવા મળ્યું. ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવશેમાં ગરબે ધૂમી માતા જીની આરાઘના કરી. ગરબાના ગાયકકલાકારે વિવિધ ગરબાના  સૂરે ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા અને ગ્રાઉન્ડમાં ઉભા રહેવાની પણ જગ્યા ન મળી તેટલી મોટી સંખ્યામાં યુવાનો ઉમટયા હતા.

ગરબા ગાયકકલાકર સોનુ ચરણજીએ કરવા ખેલૈયાઓને ઘમાલ

ગરબાના ગાયકલાકારે પણ વિવિઘ ગરબા ગાઇ ખેલૈયાઓને ઝૂમતા કરી દીધા. જેમાં

ટહુકો કરતો જાય મોરલો ટહુકા કરતો જાય…

દર્શન દેજો રે અંબે માં દર્શન દેશો રે…..

કહો પૂનમના ચાંદને ઉગે આથમણી ઓર, કહો પૂનમના ચાંદને ને આજે ઉગે આથમણી ઓર….

કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા…

જેવા ગરબા ગાય ખેલૈયાઓ ને ગરબા રમાડયા. અને ખેલૈયાઓએ પણ ખૂબ મોજ મસ્તી સાથે ગરબાની રમઝટ બોલાવી.

ખેલૈયાઓથી ચિકાર ગ્રાઉન્ડ

અમદાવાદનો ગરબોમાં ચોથા દિવસે ખેલૈયાઓથી ચિકાર જોવા મળ્યુ. રિવરફ્રન્ટ ખાતે  અમદાવાદન નો ગરબો ખેલૈયાઓથી ભરપુર જોવા મળ્યો હતો. અંહી ઉપસ્થિત ખેલૈયાઓ એ રાધીકા વ્યાસે જણાવ્યું કે અમે અમારા પરિવાર સાથે ગરબા રમવા આવ્યા છીએ અને અમદાવાદના ગરબામાં અમને ગરબા રમવાની ખૂબ મજા આવે છે.

તો બીજી એક ખેલૈયા કે જે કોલેજના વિદ્યાર્થી  આશા પટેલે જણાવ્યું કે, ગરબા રમવાની અહી જ મજા આવે ગરબા ગાયકકલાકાર અંહી અમને ખૂબ આનંદ કરાવે છે. આજે અંહી ગરબા રમવા મોટી સંખ્યામાં પબ્લીક આવી છે પણ આયોજકની વ્યવસ્થાને કારણે લોકોને અંહી આવવું ગમે છે.

અમદાવાદનો ગરબાના આયોજકોએ પણ ગરબે ધૂમ્યા

અમદવાદના ગરબાના આયોજક રાઘે એન્ટરટેનમેન્ટના વિશાલ જાદવ અને તેમની ટીમે જણાવ્યું કે, આજે નવલી નવરાત્રીના ચોથા દિવસે અમે વિચાર્યુ પણ નહતું તેટલી સંખ્યામાં ખેલૈયાઓએ પ્રેમ દર્શવી અંહી ઉપસ્થિત થયા છે. ખેલૈયાઓને કોઇ અગવડ ન પડે તે માટે અમારી ટીમે પુરતુ ધ્યાન રાખ્યું છે. આજે મોટી સંખ્યાંમાં લોકો આવ્યા છે ગરે રમવા. આયોજકોની ટીમ પણ સફળ આયોજન પછી સ્ટેજ પર ગરબા રમ્યા હતા અને ખેલૈયાઓનો આભાર માન્યો હતો.

અમદવાવાદનો ગરબોના વિડિયો જોવા માટે અમારી યુ ટ્યુબ ચેનલ પરથી જોઇ શકો છો. ..

અહેવાલ- જ્યોમત સાઘુ નેશન ગુજરાત,અમદાવાદ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe