શું મહારાષ્ટ્ર માં કઈ નવાજુની થશે ? C.M દેવેદનદ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે બેઠક.

By: Krunal Bhavsar
17 Jul, 2025

મહારાષ્ટ્ર પોલિટિક્સ અપડેટ : મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે (17 જુલાઈ, 2025) એક મોટી રાજકીય હલચલ જોવા મળી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જુથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે મુલાકાત થઈ હતી. આ બેઠક વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેના કક્ષમાં અંદાજિત 20 મિનિટ સુધી ચાલી. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. આજની મુલાકાતને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જ્યો , સંભવિત નવા સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવે છે. આજ ની બંધબારણે મુલાકાત ને મહારાષ્ટ્ર ના પોલિટિક્સ માં નવા જૂની ના એંધાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

કયા મુદ્દે થઈ ચર્ચા?

શિવસેના (UBT)એ આ અંગે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને MLC ચેરમેનની ઑફિસમાં મળ્યા અને તેમને મહારાષ્ટ્રમાં ત્રીજી ભાષા અને હિન્દી લાદવાના વિચારનો વિરોધ કરતાં સમાચાર લેખોનો સંગ્રહ આપ્યો હતો.

 

આદિત્ય ઠાકરેએ આપી પ્રતિક્રિયા

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત અંગે શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આજે અમે તેમને ઘણા પત્રકારો અને સંપાદકો દ્વારા લખાયેલ ધોરણ 1થી ત્રણ ભાષા નીતિ કેમ ન હોવી જોઈએ તેના લેખોનું પુસ્તક આપ્યું.’

 

ગઈકાલે જ ફડણવીસે આપી હતી ઓફર

ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં પોતાના જૂના સાથી રહેલા ઉદ્ધવ ઠાકરેને સત્તા પક્ષમાં સામેલ થવાની ઓફર આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘જુઓ ઉદ્ધવ જી, 2029 સુધી અમારે ત્યાં (વિપક્ષમાં) આવવાનો કોઈ સ્કોપ નથી, પરંતુ તમે અહીં(સત્તા પક્ષ)માં આવી શકો છો, તેના પર વિચાર કરી શકાય છે. પરંતુ અમારે ત્યાં આવવાનો વિકલ્પ બચ્યો નથી.’ જેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આવી બધી વાતો મજાકમાં લેવી જોઈએ.


Related Posts

Load more