પાકિસ્તાન માગ કરે છે કે પહેલગામ હુમલા ની તાપસ માં ચીન અને રશિયા ને ભી સામેલ કરવામાં આવે. ચીન પાકિસ્તાન નું મિત્ર છે જયારે રશિયા ભારત દેશ નું મિત્ર છે. પીટીઆઈ અનુસાર , પાકિસ્તાન ના ”સંરક્ષણ પ્રધાન” એવા ‘ ખ્વાજા આસિફે ‘ રશિયન મીડિયા રિયા નોવોસ્ટીન ને આપેલા એક ઈન્ટવ્યુ માં કહ્યું હતું કે એક આંતરરાષ્ટીય ટીમે તાપસ કરવી જોઈએ કે પહેલગામ માં જે હુમલો થયો એની પાછળ ખરેખર કોણ જવાબદાર છે ? પાકિસ્તાન ના સંરક્ષણ પ્રધાન ની માંગ છે કે ચીન અને રશિયા ને સામેલ કરવામાં આવે , મોદી ખોટું બોલી રહ્યાં છે કે સાચું એ વાત ની ભી તાપસ થવી જોઈએ.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ રવિવારે પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં જમ્મુમાં કેસ નોંધ્યો છે. આમાં, શોધખોળ દરમિયાન મળેલા પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોને આધાર તરીકે લેવામાં આવ્યા છે.
આ દરમિયાન, ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહે કહ્યું કે, સરકાર પહેલગામ મુદ્દા પર કાર્યવાહી કરી રહી છે. ધીરજ રાખો. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે કોઈપણ ગુપ્તચર તંત્ર સંપૂર્ણ સુરક્ષિત નથી. ઇઝરાયલી એજન્સીઓને પણ હમાસના હુમલાની જાણ નહોતી.
દરમિયાન, સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ દિવસમાં કાશ્મીર ખીણમાં 10 આતંકવાદીઓના ઘરો ઉડાવી દીધા છે. છેલ્લા બે દિવસમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડીને ગયા છે. 13 રાજદ્વારી-અધિકારીઓ સહિત 629 ભારતીયો પાકિસ્તાનથી પરત ફર્યા છે.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. ત્યારથી ખીણમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
સિંધુ નદી કરાર રદ કરવાની વાત થી પાકિસ્તાન બરોબર નું ”બોખલાઈ” ગયું છે એટલે ભારત દેશ પર ‘ઝેર” ઓકી રહ્યું છે .