મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, ચારના મોત, બે ગંભીર

By: Krunal Bhavsar
10 Apr, 2025

Madhya Pradesh Accident : મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ચરગંવા ગામમાં આજે (10 એપ્રિલ) ભયાનક અકસ્માત થયો છે. ફુલ સ્પીડે દોડી રહેલી કાર પુલની રેલિંગ તોડી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી છે. આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સોમતી નદીમાં ખાબકી

મળતા અહેવાલો મુજબ એક કાર ફુલ સ્પીડે સોમતી નદી પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી સોમતી નદીમાં જઈને પડી હતી. ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચરગંવા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસની ટીમે સ્થાનીક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે.

કારનો કુરચો વળી ગયો

ચરગંવા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક પ્યાસીએ કહ્યું કે, ‘ગુરુવારે બપોરે એક સફેદ કલરની કારમાં સવાર છ યુવકો ચરગંવાથી જબલપુર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સોમતી નદી પર પહોંચ્યા, ત્યારે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર 30 ફૂટ નીચે સોમતી નદીમાં જઈને પડી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. ઘટના એટલી ગંભીર હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં જે લોકો ફસાયા હતા, તેમને મહામુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા છે


Related Posts

Load more