ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ટર્મ પુરી થઇ ગઇ છે અને ઘણા સમયથી પ્રમુખના નામ અંગે અટકળો ચાલી રહી છે ભાજપના કાર્યકર્તાઓ મા પણ ગણગણાટ ચાલી રહ્યો છે અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે કે કોણ આવશે આગામી પ્રમુખ તો જીએસટીવીએ આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમા ઉલ્લેખ કરાયો છે કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતના પ્રવાસે હતા.સીઆર પાટીલ મોદી 3.0 સરકારમાં કેબિનેટ મંત્રી બનતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખોની વરણી થશે.સુત્રો અનુસાર ગુજરાત ભાજપને પ્રદેશ પ્રમુખ હોળી પહેલા મળે તેવી શક્યતાઓ છે.
PM મોદી ત્રણ દિવસ જામનગર-ગિર સોમનાથ અને જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા.આ દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઇને ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે કેટલાક નામ ચર્ચામાં છે પણ ભુતકાળમાં એવુ બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઇ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપમાં શું થશે તે કોઇ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રો અનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી કોઇ OBC નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ ફાઇનલ!
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)નું નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. જગદીશ પંચાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી છે. જગદીશ પંચાલ મૂળ ઉત્તર ગુજરાતના છે.
જગદીશ પંચાલ અમદાવાદમાં નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. જગદીશ પંચાલ 2012,2017 અને 2022 વિધાનસભા ચૂંટણીમાં જંગી સરસાઇથી જીત્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે. જગદીશ પંચાલે 1988માં ઠક્કરબાપાનગર વિસ્તારમાં બુથ પ્રભારી તરીકે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. જગદીશ પંચાલ ભાજપની ટોપ લીડરશિપની ગુડ બુકમાં છે.
રૂપાણી પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની રેસમાં
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તેને લઇને હાઇકમાન્ડ અસમંજસમાં છે. સીઆર પાટીલ જેવી કુનેહ ધરાવતા નેતાને જ ગુજરાત ભાજપ પ્રદેશની કમાન સોપી શકે છે. જોકે, નવા ચહેરાઓમાં કોઇની પાસે પાટીલ જેવો પાવર અને કુનેહ જોવા મળતી નથી. ગુજરાત ભાજપ પ્રદેશ કોઇ જૂના જોગી જ બને તેવી શક્યતા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીનું નામ ચર્ચામાં છે. વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તે બાદ તેમને ચંદીગઢના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને કમાન સોપવામાં આવી હતી અને ત્યાં ભાજપે સારૂ પ્રદર્શન કર્યું હતું.મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી માટે વિજય રૂપાણીને નીરિક્ષક બનાવવામાં આવ્યા હતા. હવે ગુજરાતમાં વિજય રૂપાણીને ફરી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે આ નામ ચર્ચામાં
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે વિજય રૂપાણી, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી,મયંક નાયક (રાજ્યસભા સાંસદ), મહેન્દ્ર મુંજપરા,જગદીશ વિશ્વકર્મા (પંચાલ), ઉદય કનગડ, વિનોદ ચાવડા, પૂનમ માડમના નામ ચર્ચામાં છે.
અત્યાર સુધીના ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો