જેઠા ભરવાડ બન્યા નાફેડના નવા ચેરમેન

By: nationgujarat
22 May, 2024

જેઠા ભરવાડ બન્યા નાફેડના નવા ચેરમેન. ડિકેક્ટર પદે બિનહરિફ રહ્યાં હતા જેઠા ભરવાડ. ચૂંટાયેલાં 21 ડિરેક્ટરોએ નાફેડના ચેરમેન પદની ચૂંટણીમાં કર્યું હતું મતદાન. દિલ્લી ખાતે યોજવામાં આવી નાફેડના ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા. નાફેડમાં ચેરમેન પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સાંસદ મોહન કુંડારિયા કપાયા અને જેઠા ભરવાડે બાજી મારી. આ રીતે નાફેડની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો ખતમ થયો અને મધ્ય ગુજરાતનું રાજ આવ્યું એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણકે, જેઠા ભરવાડા લાંબા સમયથી ભાજપની ટિકિટ પર શહેરા વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે.

ભાજપ તરફથી અપાતા પાર્ટીના મેન્ડેટ ઉપર સૌની નજર મંડરાયેલી હતી. કારણકે, ગત ચૂંટણીમાં પાર્ટી તરફથી કોઈને મેન્ડેટ આપવામાં આવ્યો નહતો. બીજી તરફ ઈફ્કોની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિના પણ જયેશ રાદડિયા એકલા હાથે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં વિજયી બન્યા હતા. આવા સમયે આજે આજે ‘નાફેડ’ના ચેરમેન પદ માટે રાજકોટના સાંસદ કુંડારીયા પોતાની ઉમેદવારી કરવાના હતા. જોકે, જેઠા ભરવાડે ચેરમેન પદની ચૂંટણીમાં બાજી મારી.

ક્યારેય યોજાશે નાફેડના ચેરમેનની ચૂંટણી?
નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ડિરેકટરોની ચૂંટણી ગત તા.૧૬ના રોજ યોજાયા બાદ હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી રહી છે. તા.૨૨ના સવારે ૧૦ કલાકે દિલ્હી ખાતે આ ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે આજે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે.

ચેરમેન પદની ચૂંટણી માટે કુંડારિયાએ શું કહ્યું હતુ?
ચેરમેનપદ માટે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દાવેદાર છે અને પાર્ટી આદેશ આપે તો ચૂંટણી લડવા તૈયારી કરી છે. આ ચૂંટણીમાં 21 ડિરેક્ટર ચૂંટાયેલા છે તે મતદાન કરશે. તેમાંથી જ ચેરમેનની ચૂંટણી માટે આજે ઉમેદવારી કરવામાં આવશે. આ સહકારી ક્ષેત્રની ચૂંટણી મામલે મોહન કુંડાકિયાએ જણાવ્યું હતુંકે, પાર્ટી આદેશ આપશે તો હું ઉમેદવારી કરીશ. મેન્ડેટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. અત્યારે આ સંસ્થાના ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બીજેન્દ્રસિંહ અને વાઈસ ચેરમેન તરીકે બિહારના સુનીલસિંહ છે.

15 મે ના રોજ નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરિફ જાહેર થયા હતા. તે સમયે નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકોટનાં સાંસદ બિનહરીફ ચૂંટાયા હતા. આ રીતે નાર્ફેડનાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.

એક બેઠક પર જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા હતા-
ઈફકો બાદ 21 મેએ દિલ્લી ખાતે નાફેડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક બેઠક પર ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ તે સમયે રાજકારણ ગરમાયું હતું. બાદમાં સમજાવટ કરીને છેલ્લે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને બિનહરિફ ચૂંટવામાં આવ્યાં હતા.


Related Posts

Load more