રાજકોટ અગ્નિકાંડમાં સરકાર એક્શનમાં, 2 પીઆઈ સહિત 5 અધિકારીને કર્યા સસ્પેન્ડ

By: nationgujarat
27 May, 2024

Rajkot TRP Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ  કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સોળસો રૂપિયાના બિયરના ટીન કબજે કર્યા છે.

તો આ તરફ SITએ પોતાની કામગીરી શરૂ પણ કરી દીધી છે. SITના સભ્ય અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ ઘટનાસ્થળે તપાસ કરી અને રિપોર્ટ SITના વડા સુભાષ ત્રિવેદીને સોંપ્યો છે. અગ્રિકાંડમાં મૃતકોની ઓળખ કરવા માટે કરાયેલા DNA ટેસ્ટનાં રિપોર્ટ આજે આવી શકે છે. આ DNA ટેસ્ટથી મૃતક કોનાં સંબંધી છે તેનું રહસ્ય ખૂલશે.

જણાવી દઈએ કે, રાજકોટ આગકાંડમાં કેટલાક એ હદે બળ્યા કે હજુ સુધી તેમની ઓળખ નથી થઈ શકી. રાજકોટ AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. તો 11 મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. તો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં અલગ અલગ વેપારી સંગઠનોએ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગુંદાવાડી,ધર્મેન્દ્રસિંહ માર્કેટ,પરા બજાર સહિતની બજારો બપોરે એક વાગ્યા સુધી બંધ રહેશે. તો આ તરફ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો પણ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે. મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે.


Related Posts

Load more