મોરારિ બાપુની કથા પર પ્રતિબંધની શક્યતા: સનાતન ધર્મ વિરુદ્ધ વિધર્મીઓનો પ્રચાર કરવાનો લાગ્યો આરોપ

By: nationgujarat
09 Apr, 2025

હાલમાં ગ્લોબલ હિન્દુ કાઉન્સિલ સંસ્થા દ્વારા વિદેશોમાં મોરારીબાપુના કથા કરવા પર પ્રતિબંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાના એક સમાચાર વાયરલ થયા છે. આ પેપર કટિંગમાં જણાવ્યું છે કે હિન્દુ સંગઠનો એક વિવાદિત ગતિવિધિઓને જોઈને મોરારીબાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યા છે.

હવે મોરારી બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાયને નિશાન બનાવી રહ્યા છે અને રોજ ઝેર ઓકતા રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, સનાતન સંપ્રદાયના જ્ઞાની સંતો એવા મંતવ્ય પર આવ્યા છે કે મોરારી બાપુને સનાતનની પરવા નથી, આથી તેમને કથામાંથી દૂર કરવામાં આવે. તેમજ તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે.

વાયરલ સમાચારમાં લખાયું છે કે સર્વામનાય સનાતન આર્યાર્વત સંત સમિતિ નો આદેશ છે કે મોરારી કે.જે રામકથામાં અલી મૌલાની ધૂન ગાય છે રામાયણમાં ઉર્દુ ગઝલ ગાય છે. તેમજ સનાતનીઓને મુસલમાનોની કવિતાઓ વાંચવાની સલાહ આપે છે રજનીશ ને આદર્શ માને છે. સ્મશાનમાં ફેરા ફરવા જોઈએ તેવી વાતો કરે છે. એકાદશી વ્રત કરવાનું ખંડન કરે છે. આ તમામ વાતો ના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતની સંતોએ આ તમામ વાતોને ધ્યાનમાં લઈને મોરારી ને પાખંડી અને સનાતન વિરોધી ગણાવ્યો છે . સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે મોરારી સમાજમાં સમય સમયે વિખવાદ ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.


Related Posts

Load more