લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ શનિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર સત્તામાં આવશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. એક્ઝિટ પોલ્સ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ADA)ને ભારે બહુમતી મળશે.
જોકે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને નવી દિલ્હી લોકસભા સીટ પરથી AAPના ઉમેદવાર સોમનાથ ભારતીએ આ તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવ્યા છે. તેમણે શનિવારે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડાવી નાખશે. તેમના દાવા પર પ્રહાર કરતાં ભાજપના નેતાએ એમેઝોન પરથી તેમના માટે કાતર ઑર્ડર કરી છે.
INDIA ગઠબંધન દિલ્હીની તમામ બેઠકો જીતશે
ભારતીએ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થશે. ભારતીએ એમ પણ કહ્યું, જો મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો હું માથું મુંડાવી નાખીશ. મારી વાત યાદ રાખજો. 4 જૂનના રોજ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પૂરવાર થશે અને મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનશે નહીં.