અમદાવાદના કૃષ્ણનગરમાં શ્વાનને લઘુશંકા કરાવવાના મામલે આધેડને ત્રણ શખ્સોએ ધોઈ નાખ્યા

By: nationgujarat
02 Apr, 2025

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નજીવી બાબતે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈને હંગામો મચાવ્યો હતો. ઘટના શ્વાનને લઘુશંકા કરાવવાના મુદ્દે શરૂ થઈ, જે બાદ વાત બિચકતાં હાથાપાઈ સુધી પહોંચી ગઈ. આ દરમિયાન, હીરાલાલ નામના એક આધેડને ત્રણ ઈસમોએ ભેગા મળીને પાઈપ અને ગડદા-પાટુ વડે નિર્દયતાથી માર માર્યો હતો.આટલું જ નહીં, આરોપીઓએ જાહેરમાં મહિલાઓને અપશબ્દો કહીને અપમાનિત કર્યા અને ઘટનાનો વીડિયો ઉતારનારી મહિલાને પણ માર મારવાની ધમકી આપી હતી. આ લુખ્ખા તત્વોએ પોલીસનો પણ ડર ન રાખતાં ખુલ્લેઆમ ડંફાસ મારી હતી.ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.


Related Posts

Load more