BAN VS NS – બાંગ્લાદેશે ન્યુઝિલેન્ડને પહેલી ટી-20માં 5 વિકેટે હરાવ્યું.

By: nationgujarat
27 Dec, 2023

બાંગ્લાદેશે આજે ટી-20 મેચમાં  જીત મેળવી સૌને ચોકાવી દીધા છે. ન્યુઝિલેન્ડને તેની જ ધરતી પર ટી-20 મેચમાં 5 વિકેટે હરાવી દીધું છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પ્રથમ વખત ન્યુઝીલેન્ડને ઘરઆંગણે ટી20 મેચમાં હરાવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 134 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશની ટીમ (BAN vs NZ) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતાં મહેદીએ ન્યૂઝીલેન્ડની ટીમની પહેલી જ ઓવરમાં ટિમ સિફ્ટને શૂન્ય રને આઉટ કર્યો હતો. બીજી જ ઓવરમાં ઇસ્લામે ફિન એલનને સરકારના હાથે કેચ આઉટ કરાવ્યો.

આ પછી ગ્લેન ફિલિપ્સ 0 રને આઉટ થયો હતો. કિવી ટીમે પ્રથમ ચાર બેટ્સમેનોને 20 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધા હતા. કિવી ટીમની ખરાબ શરૂઆત બાદ જીમી નીશમે 29 બોલમાં 48 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ ફટકાર્યા હતા. મિચેલ સેન્ટનરે 23 રનની ઇનિંગ રમી હતી.

આ સિવાય કિવી ટીમનો અન્ય કોઈ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ઈશ સોઢીએ ત્રણ, મહેદી હસન અને મુસ્તાફિઝુર રહેમાને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે રિશાદ અને તનઝીમને 1-1 સફળતા મળી હતી.

135 રનનો પીછો કરતી વખતે બાંગ્લાદેશ તરફથી  સૌથી વધુ લીટલ દાસે 42 રન કર્યા તો   રોની તાલુકદારે 10 રનની ઇનિંગ રમી હતી. આ પછી કેપ્ટન નઝમુલ શાંતોએ 19 રન અને મોહમ્મદ તૌહીદે પણ 19 રન બનાવ્યા હતા. સૌમ્યા સરકારે 22 રનની ઇનિંગ રમી હતી, જે બાંગ્લાદેશ માટે સૌથી વધુ હતી. મહેદી હસન 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશે મેક્લીન પાર્ક સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને તેના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવીને પ્રથમ વખત ઈતિહાસ રચ્યો હતો.

NZ Fall of wickets: 1-1 (Tim Seifert, 0.4 ov), 2-1 (Finn Allen, 1.2 ov), 3-1 (Glenn Phillips, 1.3 ov), 4-20 (Daryl Mitchell, 4.4 ov), 5-50 (Mark Chapman, 9.2 ov), 6-91 (Mitchell Santner, 14.3 ov), 7-110 (James Neesham, 16.3 ov), 8-124 (Tim Southee, 18.3 ov), 9-127 (Ish Sodhi, 19.4 ov) • DRS

BAN Fall of wickets: 1-13 (Rony Talukdar, 1.4 ov), 2-38 (Najmul Hossain Shanto, 4.6 ov), 3-67 (Soumya Sarkar, 8.4 ov), 4-96 (Towhid Hridoy, 13.3 ov), 5-97 (Afif Hossain, 14.3 ov)


Related Posts

Load more