ઓસ્ટ્રલીયાના આ દિગ્ગજ તેની દિકરીના લગ્ન વિરાટ કોહલી જોડે કરાવવા માંગતા હતા કર્યો ખુલાસો

By: nationgujarat
05 Jun, 2025

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્ક ટેલર (Mark Taylor on Virat Kohli) માને છે કે વિરાટ કોહલીની નિવૃત્તિ તેમના માટે વ્યક્તિગત રીતે સારી છે, પરંતુ ભારતીય ક્રિકેટ માટે નહીં, કારણ કે તેમનું માનવું છે કે ભૂતપૂર્વ કેપ્ટન છેલ્લા કેટલાક વર્ષોથી સંઘર્ષ અને ગુસ્સામાં હતો. તે આ ગુસ્સાને સમાપ્ત કરવા માંગતો હતો. તેથી જ તેણે ટેસ્ટથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત, માર્ક વોએ એક એવી વાતનો પણ ખુલાસો કર્યો છે જેણે ચાહકોમાં ચર્ચાનો કિસ્સો બન્યો છે

LiSTNR સ્પોર્ટના પોડકાસ્ટ પર વાત કરતા, માર્ક ટેલરે જણાવ્યું કે જ્યારે કોહલી પરિણીત ન હતો, ત્યારે તે તેની પુત્રીના લગ્ન કોહલી સાથે કરાવવા માંગતો હતો. LiSTNR સ્પોર્ટ પોડકાસ્ટ પર, માર્ક વોએ કહ્યું, “મેં ખરેખર મારી પુત્રીને તેનો પરિચય કરાવ્યો હતો જ્યારે તે 17 વર્ષની હતી અને મેં મારી પુત્રીને કહ્યું હતું કે ‘જો તમે ઇચ્છો તો તમે તેની સાથે લગ્ન કરી શકો છો’. આ તેના લગ્ન પહેલાની વાત છે. તે આ સાંભળીને ખૂબ જ શરમાઈ ગઈ. પરંતુ વિરાટ કોહલીમાં મને આ જ વાત ગમી. ગયા વર્ષે મેં એક અલગ કોહલી જોયો. મેં એક ગુસ્સે ભરેલો વ્યક્તિ જોયો અને મેં ક્યારેય વિરાટ કોહલીને આ રીતે જોયો ન હતો. મેં એક ખૂબ જ સ્પર્ધાત્મક વ્યક્તિ જોયો છે અને મને તેના વિશે આ વાત ગમે છે પરંતુ મેં તેને હંમેશા એક સજ્જન તરીકે જોયો છે.”

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ વધુમાં કહ્યું, “મેં એક મહિના પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે અને તેમણે એવું એટલા માટે કર્યું કારણ કે એકવાર તમને તમારી રમત પર ગુસ્સો આવે છે, તો તમે તેમાંથી બહાર નીકળવાનું વિચારવાનું શરૂ કરી દો છો. મને લાગે છે કે તેમને સમજાયું કે હવે તે ટેસ્ટ ક્રિકેટને વધુ આપી શકશે નહીં.”

તમને જણાવી દઈએ કે માર્ક વોએ ઓસ્ટ્રેલિયા માટે ૧૨૮ ટેસ્ટ મેચોમાં ૪૧.૮૧ ની સરેરાશથી ૮૦૨૯ રન બનાવ્યા હતા. તેમનો શ્રેષ્ઠ સ્કોર અણનમ ૧૫૩ રન હતો. જુનિયર વોએ ૨૪૪ વનડેમાં ૩૯.૩૫ ની સરેરાશથી ૮૫૦૦ રન બનાવ્યા હતા. વનડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર ૧૭૩ રન હતો. માર્ક વોએ વર્ષ ૨૦૦૨ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

બીજી તરફ, તાજેતરમાં વિરાટ કોહલીની આરસીબી પહેલીવાર આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહી.


Related Posts

Load more