Malaika Arora: અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. એ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને પોતાની લાઈફ સંબંધિત અપડેટ પોતાના ચાહકો સાથે શેર કરતી હોય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને લાંબા સમયથી ડેટ કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને સાથે નથી. અર્જુન કપૂર એ તો એક ઇવેન્ટમાં પોતે સિંગલ છે તેવું નિવેદન પણ આપી દીધું હતું. આ ઘટનાના લાંબા સમય પછી મલાઈકા અર્જુનને આ વાત પર રિએક્શન આપ્યું છે. મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઇફ વિશે વધારે વાત કરતી નથી. તેનું કહેવું છે કે તે પોતાના અંગત જીવનને અંગત જ રાખવા માંગે છે. પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઈકા અરોરા ને જ્યારે અર્જુન કપૂરના સિંગલ હોવાની વાતનું પૂછવામાં આવ્યું તો તેને આ અંગે પહેલીવાર ખુલાસો કર્યો. મલાઈકા અરોરા એ કહ્યું કે, આ તેની પોતાની સમજ છે અને તેનો અધિકાર પણ છે. તે પોતાની લાઈફ વિશે કોઈ પણ વાત કહી શકે છે. પરંતુ મલાઈકા પોતાની લાઈફને પર્સનલ રાખવાનું જ પસંદ કરે છે. સાથે જ મલાઈકાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમય દરમિયાન તેના જીવનમાં ઘણા બધા પડકારો આવ્યા.પરંતુ આવનારા વર્ષમાં મલાઈકા સમયને પોઝિટિવ રીતે જોશે અને પોઝિટિવ વસ્તુઓને અપનાવીને આગળ વધશે. મલાઈકાએ એવું કહ્યું કે હવે સમય દરેક વ્યક્તિ માટે આગળ વધવાનો છે અને નવા વર્ષને અપનાવવાનો સમય છે. આ કહીને તેને સંકેત પણ આપી દીધો કે તે લાઈફમાં અર્જુન કપૂર વિના આગળ વધી રહી છે.મહત્વનું છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને વર્ષોથી ડેટ કરી રહ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી બંનેના બ્રેકઅપની ચર્ચાઓ જોર સોરઠી થઈ રહી હતી. જ્યારે મલાઈકા અરોરાના પિતાનું નિધન થયું અને અર્જુન કપૂર તેની સાથે જોવા મળ્યો તો લોકોને લાગ્યું કે બંને વચ્ચે બધું બરાબર છે. પરંતુ થોડા સમય પહેલા એક ફંકશનમાં અર્જુન કપૂર એ પોતાની જાતને સિંગલ કહીને એવું કહી દીધું કે તે કોઈને ડેટ નથી કરી રહ્યો. અર્જુન કપૂરના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું કે અર્જુન કપૂર અને મલાઈકાના રસ્તા અલગ થઈ ગયા છે.