સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી અભિનેત્રીની એન્ટ્રી જાણો નવા ચહેરો વિશે

By: Nation Gujarat Team
18 Aug, 2025

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા નવા ચહેરાની એન્ટ્રી થઇ છે. આ નવો રહેરા વિશે તમને જણાવી દઇએ. તો તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે, તેમના પગલે ચાલીને, તેમની ભત્રીજી ભારતી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ટોલીવુડ ડિરેક્ટર તેજા ટૂંક સમયમાં તેને લોન્ચ કરવા માટે તૈયાર છે. ભારતી ઘટ્ટામનેની સ્વર્ગસ્થ અભિનેતા-નિર્માતા રમેશ બાબુની પુત્રી છે.

ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, દિગ્દર્શક તેજા એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ભારતીએ આ સંબંધિત એક વર્કશોપમાં પણ ભાગ લીધો છે. આ માટે, તેણે પોતાનો લુક ટેસ્ટ પણ પૂર્ણ કર્યો છે.અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અભિનેતા મહેશ બાબુ અને રમેશ બાબુ બંને પરિવારો ભારતીના ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દિગ્દર્શક તેજા તેમની ફિલ્મમાં એક એવો ચહેરો કાસ્ટ કરવા માંગતા હતા જે પરંપરાગત હોવાની સાથે આકર્ષક પણ હોય. ગયા વર્ષે મહેશ બાબુના ચાર્ટબસ્ટર ગીત ‘કુરિચી મદથાપેટ્ટી’ પર ભારતીનો ડાન્સ ખૂબ વાયરલ થયો હતો. એવું માનવામાં આવે છે કે આ વીડિયોએ તેમનો રસ્તો સરળ બનાવ્યો છે. આ વીડિયોને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતી સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ તેના ફોલોઅર્સ સારી સંખ્યામાં છે. રસપ્રદ વાત એ છે કે ભારતીએ અત્યાર સુધીમાં ફક્ત 7 પોસ્ટ કરી છે અને 27 હજારથી વધુ યુઝર્સ તેને ફોલો કરે છે.


Related Posts

Load more