કુમકુમ “આનંદધામ” હીરાપુર ખાતે “મહામાસની પૂનમ”ની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
14 Feb, 2025

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – “આનંદધામ” ખાતે મહા સુદ પૂનમની ઉજવણી સાંજે પ – ૦૦ થી ૮ – ૦૦ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્યાન – ભજન – કીર્તન કરવામાં આવ્યા હતા. શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી, અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આંખોમાં શરમ અને જીભને નરમ રાખશો તો સુખી થશો.

આ સંસારના સુખ કરતાં સ્વર્ગના સુખને વિશેષ માનવામાં આવે છે.

તેથી એક ભાઈએ પ્રશ્ન કર્યો કે, સ્વર્ગના જેવું અહીં સંસારમાં રહીને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ?

બસ, એ સુખ મેળવવામાં માટે જાજુ કાંઈ નથી કરવાનું.

જો સ્વર્ગના જેવું સુખ જોઈતું હોય તો, મગજને ‘ઠંડું’ રાખો,
ખિસ્સાને ‘ગરમ’ રાખો,
આંખોમાં ‘શરમ’ રાખો,
જીભને ‘નરમ’ રાખો અને
હૃદયમાં ‘શ્રી સ્વામિનારાયણ ભગવાનને’ રાખો.
તો હમેંશા સુખી થશો.

જીવનમાં સુખી થવું હોય તો હંમેશા આપણે નમ્ર વાણી બોલવી જોઈએ. આપણી જીભ જીવન શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે ! શું કરવું છે, તે આપણા હાથની વાત છે. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે, કોઈનું હૃદય ના દુઃખાય તેવી વાણી બોલવી જોઈએ. તો આપણે જો જીવનમાં સુખી થવું હોય તો વાણી સારી બોલવી જોઈએ.

શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશું તો સુખી થઈશું. ભગવાનની આજ્ઞા પળાય તેટલું સુખ અને લોપાય એટલું દુઃખ.


Related Posts

Load more