મહા કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે, જેમાં લાખો લોકો ભાગ લે છે. ભારતના દરેક ખૂણેથી લોકો કુંભમાં સ્નાન કરવા આવી રહ્યા છે. પરંતુ, કુંભમાં જતા પહેલા લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે શું કુંભમાં જવા માટે અગાઉથી કોઈ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે? આપણે ત્યાં જઈએ તો કેટલા કિલોમીટર ચાલવું પડશે? જો આપણે ટ્રેનમાં જઈએ તો શ્રેષ્ઠ હોટેલ, રૂમ ક્યાં હશે અને રહેવાની વ્યવસ્થા શું હશે? જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન હોય તો અમે તમને જવાબ આપીશું કે તમે કુંભમાં સ્નાન કેવી રીતે કરી શકો?
કયા સુઘી રહેશે કુંભ મેળો
કુંભનું આયોજન 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, 6 શાહી સ્નાન થશે, જે દિવસે ભીડ સામાન્ય કરતાં વધુ હશે. કુંભના શાહી સ્નાનની વિગતો નીચે મુજબ છે-
પહેલુ સ્નાન થઇ ગયુ 13 જાન્યુઆરીના રોજ , બીજુ સ્નાન પણ પણ 14 જાન્યુઆરીના રોજ સંપન્ન થયુ,ત્રીજી સ્નાન 29 જાન્યુઆરીના રોજ ,ચોથી શાહી સ્નાન 2 ફેબ્રુઆરી,પાંચમુ શાહી સ્નાન – 12 ફેબ્રુઆરી,અંતિમ શાહિ સ્નાન – 26 ફેબ્રુઆરીના રોજ થશે.
કેટલા સેક્ટરમા વહેચાયેલુ છે
કુંભ મેળાના વિસ્તારને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં ફાફામૌ ઝોન, અરેલ, પરેડ અને ઝુંસી ઝોનનો સમાવેશ થાય છે. આ ઝોનમાં 25 સેક્ટર બનાવવામાં આવ્યા છે. આ ઝોનનો અર્થ એ છે કે જે કોઈ પણ દિશામાંથી પ્રયાગરાજમાં પ્રવેશ કરે છે તે તે ઝોનમાં જોડાઈ શકે છે. શહેરમાંથી જનારાઓને પરેડ ઝોનમાંથી એન્ટ્રી મળશે.
રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
જો તમે કુંભમાં જઈ રહ્યા છો તો તમારે ત્યાં સ્નાન કરવા માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ઘણી વેબસાઇટ્સ રજીસ્ટ્રેશન કરાવવાનો વિકલ્પ આપી રહી છે, પરંતુ સત્તાવાર રીતે એવું કંઈ નથી. તમે પ્રયાગરાજ જઈ શકો છો અને કોઈપણ નોંધણી વગર કુંભમાં સ્નાન કરી શકો છો.
જો તમે ટ્રેન દ્વારા પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો, તો તમે ટ્રેન દ્વારા પ્રયાગરાજના 9 સ્ટેશનો પર પહોંચી શકો છો. આવી સ્થિતિમાં, તમે આ 9 સ્ટેશનો માટે ટિકિટ બુક કરાવી શકો છો, જેના સ્ટેશન કોડ દ્વારા તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો.
પ્રયાગરાજ જંકશન , પ્રયાગરાજ રામબાગ,પ્રયાગરાજ સંગમ,પ્રયાગ જકંશન, નૈની જકંશન, પ્રયાગરાજ છીક્કી,સૂબેદારગંજ
સ્ટેશન છોડ્યા પછી તમારે સંગમ સુધી જવું પડશે. આ માટે રેલવે દ્વારા શટલ બસો પણ દોડાવવામાં આવી છે. આ સાથે, તમે અન્ય જાહેર પરિવહન દ્વારા પણ સંગમ સ્થાન પર પહોંચી શકો છો.
જો તમે બસ દ્વારા જવાનું વિચારી રહ્યા હોવ તો તમારે પ્રયાગરાજ બસ સ્ટેન્ડ, કાચરી બસ સ્ટેન્ડ, ઝુંસી, સરસ્વતી દ્વાર, બેઈલી/બેલા કચર, નેહરુ પાર્ક, સરસ્વતી હાઇટેક સિટી, કુષ્ટા બસ સ્ટેન્ડ જવું પડશે. તમે તમારા શહેરમાંથી આવતી ટ્રેનો અનુસાર તમારું બસ સ્ટેન્ડ પસંદ કરી શકો છો.
જો તમારે તમારી પોતાની કારથી જવું હોય તો તમે સીધા સંગમ વિસ્તારમાં જઈ શકો છો અને તમારી કાર પાર્કિંગમાં પાર્ક કરી શકો છો અને ત્યાંથી ચાલીને સંગમ જઈ શકો છો. સંગમ વિસ્તારથી 4 થી 15 કિલોમીટરના અંતરે આવેલા દરેક વિસ્તાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તમારી હોટેલ અને પોલીસ પ્રશાસનની વ્યવસ્થા અનુસાર તમારી કાર ત્યાં પાર્ક કરી શકો છો. તમને જણાવી દઈએ કે જે દિવસે શાહી સ્નાન થશે તે દિવસે અને તેની આસપાસની વ્યવસ્થામાં ફેરફાર થશે. જેમાં વાહનોને અગાઉથી અટકાવી દેવામાં આવશે અને શ્રદ્ધાળુઓએ થોડું વધારે ચાલવું પડશે.
કેટલુ ચાલવુ પડશે
હવે અમે તમને જણાવીએ કે સંગમમાં સ્નાન કરવા માટે તમારે કેટલું ચાલવું પડશે. વાસ્તવમાં, કુંભ મેળા દરમિયાન શાહી સ્નાન અને સામાન્ય દિવસોમાં અલગ-અલગ વ્યવસ્થા હશે. શાહી સ્નાનના દિવસે તમારે સામાન્ય દિવસ કરતા વધુ ચાલવું પડશે અને તે 10 કિલોમીટર સુધી પણ ચાલી શકે છે. આ માટે, સામાન્ય દિવસે તમારે પાર્કિંગ અથવા જાહેર પરિવહન સ્ટેન્ડથી સંગમ પહોંચવા માટે ઓછું ચાલવું પડશે, પરંતુ તેમ છતાં તમારે 4-5 કિલોમીટર ચાલવું પડશે.
તમને જણાવી દઈએ કે ભીડ નિયંત્રણ માટે વહીવટીતંત્ર દ્વારા પણ ફેરફાર કરવામાં આવી શકે છે. ઉપરાંત, ચાલવાનું અંતર દરેક ઝોનના આધારે બદલાઈ શકે છે. વહીવટીતંત્ર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક પાર્કિંગ વિસ્તારો સંગમ વિસ્તારથી 2 કિલોમીટર દૂર પણ છે, જે ઝુંસી વિસ્તારમાં છે. આ સિવાય અમુક પાર્કિંગ 16 કિલોમીટર દૂર છે. ઝુંસી ઝોનમાં પાર્કિંગ ઘાટની નજીક છે.