8100 રૂપિયામાં મહા કુંભની યાત્રા : દરરોજ ઉપડશે ST વોલ્વો બસ, શિવપુરી ખાતે રાત્રિ રોકાણ

By: nationgujarat
24 Jan, 2025

Maha Kumbh Yatra : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ – Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ બનાવવામાં આવ્યું છે, 27મી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર થી આપશે.

શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે, તમામ વિભાગો એ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કરાયો છે. આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું સરકાર દ્વારા જણાવાયું છે.8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.  જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી , ધ્યાન રાખીને ટીકીટ બુક કરવાની રહેશે, આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે. રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે, આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.


Related Posts

Load more