MAH vs SAU Final: વિજ્ય હજારે ટ્રોફીમાં 14 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું સૌરાષ્ટ્ર

By: nationgujarat
11 Nov, 2022

મહારાષ્ટ્રની પહેલીવાર ફાઇનલમાં એન્ટ્રી કરી છે, તો સૌરાષ્ટ્રની ટીમ બીજીવાર આ ટૂર્નામેન્ટને પોતાના નામે કરી દીધ્હી છે. આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો તો બીજી તરફ મહરાષ્ટ્રના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પોતાનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.

મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીનો ખિતાબી મુકાબલો રમાયો હતો. સૌરાષ્ટ્રની ટીમ 14 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની ગઇ છે. ગત વખતે ટીમ 2007-08 સીઝનમાં ચેમ્પિયન બની હતી. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સનની ઇનિંગ ભારે પડી હતી. સૌરાષ્ટ્રે પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી હતી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્રે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા. તેના જવાબમાં સૌરાષ્ટ્રે 46.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યને પ્રાપ્ત કર્યો હતો. હાર્વિક દેસાઇ 50 અને સમર્થ વ્યાસ 12 રન બનાવીને આઉટ થઇ ગયા. જ્ય ગોહિલ ખાતું ખોલાવી શક્યો હતો.


Related Posts

Load more