અહેવાલ – કુણાલ પ્રજાપતી – ઇનપુટ એડિટર
વર્ષ 2024 લોકસભા ચૂંટણીનુ પરિણામ 4 જૂને આવ્યુ. આ પરિણામમા દેશની જનતાએ તેમની પસંદગી રાજકીય પક્ષોને આપીને સ્પષ્ટ કરી છે. સમગ્ર ચૂંટણી પહેલા ભાજપ દ્વારા 400 પારના ફુગ્ગો જનતા સમક્ષ મુક્યો. 400 પારનો ભાજપનો આ સકલ્પ સાકાર થશે તેમ ભાજપની બીજી કેડરના નેતાઓ સ્વપ્ન જોતા હતા પણ કદાચ પ્રથમ કેડરની હરોળના નેતાઓને સંકેત તો પહેલાથી હતો કે 400 પાર કરવુ એ લોઢાના ચણા ચાવવા જેવુ રહેશે પણ કાર્યકર્તાઓનો જુસ્સો નબળો ન પડે તે માટે આ સંકલ્પ એક સુત્ર બન્યુ અને આ સુત્ર સાકાર કરવા નરેન્દ્રમોદીએ આશરે 150 થી વધુ ચૂંટણી સભાઓ કરવી પડી તો દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહે પણ ખૂબ સભાઓ ગજવી. પરિણામ પહેલા વિવિધ ચેનલોએ એક્સિટ પોલમા પણ ભાજપની સરાકર બની રહે છે તેમ સ્પષ્ટ સંકેત આપ્યા પણ સટ્ટાબજાર પરિણામના આંકડાની નજીક પહોચ્યુ હોય તેમ લાગે છે.
ચૂંટણી પરિણામ પછી હવે ભાજપને એવી રાજકીય પાર્ટીઓને પણ ભાઇબાપા કરવા પડશે જેને એક સમયે ભાજપ પાસે હાથ ફેલાવવા પડતા હતા. ભાજપે એનડીએના સાથી પક્ષો નિતિશ અને નાયુડને બંને ખંભ્ભે બેસાડવા પડશે. હવે મોદી 3.0 મા નરેન્દ્ર મોદી અને અમિત શાહએ કોઇ પણ મોટા નિર્ણય કરતા પહેલા આ બે નેતાઓનો સાથ ચોક્કસ જોઇશે તેમ લાગી રહ્યુ છે. આ ચિત્ર ખૂબ અટપતુ છે તે તમે સમજી શકો છે તે તમે ઉત્તર પ્રદેશશી સમજી શકો છો
ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને નિરાશ કર્યુ
ઉત્તર પ્રદેશમા ભાજપ યોગીના સાશનમા સતત જનાદેશ મેળવતુ આવ્ય છે અને એમ કહેવાય છે કે જે યુપી જીત્યુ તેની સત્તા કેન્દ્રમા બને છે. અને તે આંકડો જોઇએ તો 2014,2017,2019 અને 2022મા ભાજપની બંપર જીત થઇ અને 2024મા ભાજપની બેઠકો અડધી થશે તેવો કોઇ પણ રાજકીય પંડિતો કે ભાજપની પ્રથમ કેડરને અનુમાન નહી કર્યુ હોય અને કદાચ કોંગ્રેસ અને સમાજ વાદી પાર્ટીને પણ આટલી બેઠકો મળવાનો વરતારો નોહતો. યુપીમા હારનો મતલબ એન્ટી ઇન્કબનસી ગણવી કે કેમ..તે આ આંકડા પરથી સમજવાનો પ્રયાસ કરીએ તો
યુપીમા ભાજપ 3-5 લાખના માર્જીન વાળી બેઠકો 2019મા જોઇએ તો તે 9 બેઠકો હતી અને 2024મા દરેક બેઠકમા જીતનુ અંતર 30,40,50 હજારની એવરેજમા રહ્યુ. વારણસીમા 2019મા ભાજપ 4.78 લાખની લીડથી જીત્યુતો 2024મા 1.52 લાખની લીડ થઇ ગઇ તો યુપીની ફતેપુર સીકરી બેઠક પર 2019મા 4.91 લાખ લીડથી જીત્યુ હતુ ભાજપ તો 2024મા ફકત 39 હજાર મતોથી જીત્યુ.તો ઉન્નાવમા ભાજપને 2019મા 4 લાખની લીડ મળી હતી તે 2024મા 35 હજાર થઇ ગઇ. એવી જ રીતે મહારાજગંજની બેઠકમા 2019મા 3.39 લાખની લીડ મળી હતી તો 2024મા 35 હાજરથી જીત્યુ.
2019મા ભાજપ 2-3 લાખ વાળી બેઠકો જીતવાનો આંકડો 2019મા 14 હતી તે 2024મા 2 બેઠક ગુમાવી 12 જ રહી.ખીરીમા 2019મા ભાજપ 2.18 લાખથી જીત્યુ તો આ વખતે 33 હજાર મતથી સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર જીત્યો. હમીરપુર બેઠકમા 2019મા 2.48 લાખથી જીત્યુ હતુ તો 2024મા 2 હજાર મતો થી સમાજવાદી પાર્ટી જીતી.
1-2 લાખની માર્જીન વાળી બેઠકો ભાજપે 2019મા 18 જીતી હતી તે આજે 2024મા ઘટીને 10 થઇ ગઇ છે. 2019મા 50 હજારથી 1 લાખનૈ માર્જીન વાળી બેઠકો ભાજપે 7 જીતી હતી તો 2024મા ફકત એક થઇ. 6 બેઠકો સમાજવાદી પાર્ટી જીતી અને એક કોંગ્રેસ જીતી. 2019મા 50 હાજરથી ઓછા માર્જીન વાળી બેઠક ભાજપ પાસે 14 હતી જે ઘટી 2024મા ફકત 2 થઇ હઇ 11 બેઠકો સમાજવાદી પાર્ટી એક આપએલડી જીતી.
રાહુલ ગાંધીએ યુપીની જનતો વિશેષ આભાર માન્યો
રાહુલ ગાંઘીએ પરિણામ પછી પ્રેસ કરી અને તેમા યુપીની જનતાના ભરપેટ વખાણ કરતા કહ્યુ કે યુપીની જનતા રાજકીય રીતે ઘણુ હોશિયાર છે. યુપીની જનતાએ કમાલ કરી બતાવ્યુ છે. યુપીની જનતાએ હિન્દુસ્તાનની રાજનીતી સમજીને સંવિધાનને બચાવવા રક્ષા કરી છે. પ્રિયકાએ પણ કહ્યુ કે મને યુપીની જનતા પર ગર્વ છે.
ભાજપને પશ્ચિમ બંગાળ અને હરિયાળા, રાજસ્થાનમા નુકશાન
ભાજપને બંગાળમા 19 બેઠકો જીતવાનુ અનુમાન હતુ પણ ફકત 12 મળી છે. 2019મા ભાજપે બંગાળમા 1-4 લાખ માર્જીન વાળી બેઠકો 8 મેળવી હતી જે 2024 2 બેઠકો હારી ગઇ છે. બાંકુડામા ભાજર 2019મા 1.74 લાખથી જીત્યુ હતુ તો 2024મા 33 હજાર મતોથી ભાજપ હાર્યુ તો આસનસોલ પણ 2019મા ભાજપે 1.97 લાખથી જીતી હતી 2024મા 60 હજારથી હારી. બંગાળમા યુસુફ પઠાણ પણ જીતી ગયો. હરિયાળમા ભાજપે 10 બેઠકો 2019મા જીતી હતી આ વખતે 5 બેઠકો હારી ગઇ. રાજસ્થાનમા ભાજપ 14 બેછકો જીતી શક્યુ 2019મા 4-6 લાખના અતંરથી 9 બેઠકો પર જીત્યુ હતુ 2014મા ફકત 8 જીતી. આ બધા આંકડા પરથી સ્પષ્ટ છે કે 2019 મા ભાજપરને જેટલા મતો મળ્યા તે 2024મા ઘટયા છે.આ પરિણામ પરથી ભાજપ વિરોઘી પાર્ટીઓ હવે મોદી અને શાહનુ રાજીનામુ માગી રહ્યા છે સવાલ એ છે કે જો નીતીશ અને નાયડુ પાર્ટી બદલી તો ફીર એક બાર મોદી સરકાર બનવી અઘરી મનાશે.
અહેવાલ – કુણાલ પ્રજાપતી – ઇનપુટ એડિટર