સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન

By: nationgujarat
20 Jan, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણથી ચાર દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. હાલ રાજ્ય ચૂંટણી પંચ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. 23 જાન્યુઆરી સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. જ્યારે 27 જાન્યુઆરી સુધીમાં સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે.

ક્યારે મતદાન?
મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે જ યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. આમ 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થશે જાહેર : આગામી 3-4 દિવસમાં થશે શકે છે ચૂંટણી અંગેની જાહેરાત…રાજ્યમાં 73 નગરપાલિકાની ખાલી બેઠકો, તેમજ ખેડા જિલ્લા પંચાયતની અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકે છે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.


Related Posts

Load more