લિવર આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે ભોજન પચાવવા, શરીરમાંથી કચરો બહાર કાઢવા, બાઇલ જૂસ પ્રોડ્યુસ કરવા અને ટોક્સિન્સને ફિલ્ટર કરવા જેવા ઘણા કામ કરે છે. જો તમે તેનું ધ્યાન નહીં રાખે ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. લિવર ખરાબ થતાં પહેલા તમને કેટલાક સંકેત મળે છે જેને ઓળખવા ખૂબ જરૂરી છે.
1. પીળી ત્વચા
જો તમારી ત્વચામાં પીળાશ જોવા મળતી હોય તો તેને અનહેલ્ધી લિવરની નિશાની સમજી શકાય, પરંતુ તે પણ શક્ય છે કે તમને જોન્ડિસ થઈ ગયો હોય.
2. ત્વચામાં ખંજવાળ
સ્કિનના કલરમાં ફેરફાર થવા સિવાય ત્વચાની વધુ એક પરેશાનીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે લિવરમાં સમસ્યા થવા પર ત્વચામાં ખંજવાળ આવે છે.
3. બ્લડ ક્લોટિંગમાં મુશ્કેલી
લિવરની બીમારી થવા પર જો તમને ઈજા થાય તો લાહી જામવું મુશ્કેલ થઈ જાય છે, કારણ કે લિવર આ કામને સપોર્ટ કરતું નથી.
4. અતિશય થાક
જોકે થાક લાગવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ લિવર રોગ પણ શક્ય છે, જ્યારે આ અંગ યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે આવું થાય છે.
5. ભૂખ ન લાગવી
જ્યારે લિવરનું કાર્ય પ્રભાવિત થાય છે, ત્યારે તેના માટે આપણા ખોરાકને તોડવાનું મુશ્કેલ બની જાય છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગવા લાગે છે.
6. ઉબકા આવવા લાગે છે
ઘણી વખત એવું બને છે કે તમને ઉલટી થવાનું મન થાય છે, પરંતુ એવું થતું નથી, આ સ્થિતિ લીવરની સમસ્યાની પણ નિશાની છે, આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.