LIVE – 53 પર ભાજપઅને 16 પર કોંગ્રેસ ટ્રેન્ડ પર ભાજપ આગળ

બેલેટ પેપરની શરૂઆતમાં ભાજપ સૌથી આગળ છે .

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.

8: 13 AM: પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ

અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી શરૂ થઈ છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે.તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે.ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉમટ્યા છે.મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe